સોના ચાંદીની કિંમતોમાં સતત ફેરફાર આવી રહ્યો છે. સોના ચાંદીની કિંમતો એક નવો જ રેકોર્ડ બનાવી રહી છે. ત્યારે 15 ડિસેમ્બરના રોજ સોના ચાંદીના ભાવમાં ફેરફાર આવ્યો છે. સોનાની કિંમતમાં વધારો થયો છે જેના કારણે રોકાણકારો અને ખરીદી કરનાર બંને સતર્ક થઇ ગયા છે.
આજે સોનાનો ભાવ કેટલો ?
આજે મોટા ભાગના શહેરોમાં સોનાની કિંમત 1.34 લાખને પાર ટ્રેડ કરી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્ડ પર 5 ફેબ્રુઆરી 2026નું એક્સપાયરી વાળુ ગોલ્ડ ફ્યૂચર વાયદા બજારમાં સોમવારે 1.34 લાખ પર ખૂલ્યું. જ્યારે છેલ્લા કારોબારી દિવસે એમસીએકસ્ પર લોનું 133622 રૂપિયા પર ટ્રેડ કરીને બંધ થયું હતું.
15 ડિસેમ્બરના રોજ સવારે 10.10 વાગ્યે 5 ફેબ્રુઆરીની સમાપ્તિ તારીખ ધરાવતું સોનું MCX પર ₹1,34,669 પર ટ્રેડ થઈ રહ્યું હતું, જે પાછલા દિવસના બંધ ભાવ કરતાં આશરે ₹1050 નો વધારો દર્શાવે છે. શરૂઆતના વેપારમાં MCX નું ₹1,34,859 ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.
ચાંદીની કિંમત પણ વધારે
માત્ર સોનું જ નહીં પરંતુ ચાંદીના ભાવમાં પણ મજબૂતી જોવા મળી. સ્થાનિક હાજર બજારમાં ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹197,900 ની આસપાસ પહોંચી ગઈ. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ચાંદીમાં 1 ટકાથી વધુનો વધારો થયો, જે સૂચવે છે કે રોકાણકારો ફરી એકવાર કિંમતી ધાતુઓમાં રસ ધરાવે છે.
મોટા શહેરોમાં સોનાનો ભાવ (ગુડ રિટર્ન અનુસાર)
| શહેર | 22 કેરેટ સોનાનો ભાવ | 24 કેરેટ સોનાનો ભાવ |
| દિલ્હી | 1,34,880 | 1,23,650 |
| મુંબઈ | 1,34,730 | 1,23,500 |
| અમદાવાદ | 1,34,780 | 1,23,550 |
| ચેન્નાઈ | 1,35,930 | 1,24,600 |
| કોલકાતા | 1,34,730 | 1,23,500 |
| લખનૌ | 1,34,880 | 1,23,650 |
| જયપુર | 1,34,880 | 1,23,650 |
| હૈદરાબાદ | 1,34,730 | 1,23,500 |
ભારતમાં સોનું માત્ર એક ધાતુ નથી, પરંતુ પરંપરા અને સુરક્ષાનું પ્રતીક છે. લગ્ન, તહેવારો અને રોકાણોમાં સોનું મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી, ખરીદી અથવા રોકાણ કરવાની યોજના બનાવનારાઓ માટે સોનાની કિંમતો પર નજર રાખવી મહત્વપૂર્ણ બને છે. વળી અત્યારે ભારતમાં લગ્નની સિઝન હોવા છતાં સોનાની માગ અપેક્ષા કરતા ઓછી છે. સોનાના ઊંચા ભાવ અને દૈનિક વધઘટને કારણે સામાન્ય ખરીદદારોને સાવધાન કરી રહ્યા છે. ભારતમાં સોનાના ભાવ ઘણા પરિબળો દ્વારા નક્કી થાય છે. આંતરરાષ્ટ્રીય બજારના દર, ડોલર સામે રૂપિયાની સ્થિતિ, આયાત જકાત અને કર – આ બધા મળીને દૈનિક સોનાનો ભાવ નક્કી કરે છે.


