ભરૂચ પાસેના ઝઘડિયામાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ઝઘડિયા GIDCમાં શ્રમિકોને લઈ જતો ટેમ્પો પલટી જતાં 30 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતાં. જ્યારે ત્રણ શ્રમિકની હાલત ગંભીર હોવાની વિગતો મળી છે. ટેમ્પો ચાલકે વળાંક પાસે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ટેમ્પોના ડ્રાઈવરે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગત મોડી રાત્રે ઝઘડિયા GIDCમાં આરતી કંપનીમાંથી કોન્ટ્રાક્ટ પર કામ કરતાં શ્રમિકો ભરેલો ટેમ્પો અચાનક પલટી મારી ગયો હતો. બ્લેક રોઝ કંપની પાસેના વળાંક નજીક ટેમ્પોના ડ્રાઈવરે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 30 શ્રમિકો ઈજાગ્રસ્ત થયાં છે. જ્યારે ત્રણ શ્રમિકની હાલત વધુ ગંભીર હોવાની વિગતો મળી છે. તમામ શ્રમિકોને અંકલેશ્વર ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર અકસ્માતના બનાવને લઈને વધુ તપાસ હાથ ધરી છે.


