નેશનલ હેરાલ્ડ કેસમાં સોશિયા અને રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટના આ નિર્ણયને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી માટે એક મહત્વપૂર્ણ કાનૂની રાહત માનવામાં આવી રહી છે.
શું કહે છે કોર્ટ ?
કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે ગુનામાં યોગ્ય FIR નોંધાય ત્યાં સુધી મની લોન્ડરિંગ તપાસ અને સંબંધિત કાર્યવાહી માન્ય ગણી શકાય નહીં. કોર્ટે જણાવ્યું હતું કે PMLA મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ ED તપાસ શરૂ કરે તે પહેલાં FIR ફરજિયાત છે.
કોર્ટે એ પણ નોંધ્યું હતું કે FIR, જે મની લોન્ડરિંગ તપાસનો આધાર બનવાની હતી, તે હજુ સુધી દાખલ કરવામાં આવી નથી. કોર્ટના જણાવ્યા અનુસાર, CBIએ અત્યાર સુધી આ કેસમાં FIR દાખલ કરવાનું ટાળ્યું છે, જ્યારે EDએ FIR વિના ECIR દાખલ કરીને તપાસ આગળ ધપાવી છે. કોર્ટે આ કાયદા સાથે અસંગત હોવાનું જણાયું.
સમાચાર અપડેટ થઇ રહ્યા છે…


