ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL) 2026 માટેના મિનિ ઓક્શનની તમામ તૈયારીઓ થઈ ગઈ છે, જેના માટે આજે 2.30 વાગ્યે હરાજી કરવામાં આવશે. આ હરાજીમાં જગ્યાઓ ઓછી છે પરંતુ તેની સામે ખેલાડીઓ વધુ છે. એક આંકડા પ્રમાણે 350થી વધુ ખેલાડીઓ વચ્ચે મિનિ ઓક્શનની રેસ થવાની છે, 10 ટીમો તેમની ખાલી જગ્યાઓ ભરવા માટે 77 ખેલાડીઓની ખરીદી કરશે. IPL 2026ના મિનિ ઓક્શન માટેની બધી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. કોલકાતા નાઈટ રાઈડર્સ પછી, ચેન્નાઈ સુપર કિંગ્સ સૌથી વધુ રકમ સાથે અબુ ધાબીમાં મીની ઓક્શનમાં પ્રવેશ કરશે. એવી અપેક્ષા છે કે કેમેરોન ગ્રીન માટે સૌથી વધુ બોલી લગાવવામાં શકે છે.


