દિલ્હીમાં આજે પણ ફ્લાઇટ સેવા પ્રભાવિત થઇ છે. દિલ્હીમાં આજે પણ ગાઢ ધુમ્મસ છવાયેલુ છે. વિઝિબિલિટી ઘટતા વિમાન સેવા પર અસર પહોંચી છે. દિલ્હી એરપોર્ટ પર આવતી જતી કુલ 126 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. વિઝિબિલિટી શૂન્ય થઇ જતા ફ્લાઇટનું સંચાલન કરવું મુશ્કેલ બન્યું છે.
કુલ 126 ફ્લાઇટ રદ
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી એરપોર્ટથી જનારી 49 ફ્લાઇટ રદ કરવામાં આવી છે જ્યારે દિલ્હી આવનારી 77 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. મહત્વનું છે કે પહેલા ઇન્ડિગોની ફ્લાઇટ એકબાદ એક રદ થઇ રહી હતી અને હવે દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઇટ રદ થતા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ઇન્ડિગોની એડવાઇઝરી જાહેર
ગઇ કાલે પણ કેટલીક ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. ઇન્ડિગોએ તેની પોસ્ટમાં લખ્યું હતું કે દિલ્હીમાં ઓછી દૃશ્યતા અને ધુમ્મસ ફ્લાઇટના સમયને અસર કરશે. અમે હવામાનનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યા છીએ અને તમે તમારા ગંતવ્ય સ્થાન પર સુરક્ષિત અને સરળતાથી પહોંચી શકો તે માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. અમે તમને અમારી વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા તમારી ફ્લાઇટની સ્થિતિ વિશે અપડેટ રહેવા વિનંતી કરીએ છીએ. અમારી ટીમો તમને દરેક તબક્કે મદદ અને સમર્થન આપવા માટે ઉપલબ્ધ છે. અમને આશા છે કે જેમ જેમ હવાઈ મુસાફરી સુધરશે અમે તમને ટૂંક સમયમાં વધુ સારી સેવા પ્રદાન કરી શકીશું, અને આ પડકારજનક સમયમાં તમારી ધીરજ અને સમજણ બદલ આભાર
એર ઇન્ડિયાની એડવાઇઝરી જાહેર
X પરની એક પોસ્ટમાં એર ઇન્ડિયાએ પણ ટ્રાવેલ એડવાઇઝરી બહાર પાડી હતી . જેમાં લખ્યું હતું કે ગાઢ ધુમ્મસને કારણે ઓછી દૃશ્યતા દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ફ્લાઇટ્સને અસર કરી રહી છે. કૃપા કરીને એરપોર્ટ પર જતા પહેલા https://www.airindia.com/in/en/manage/flight-status.html પર તમારી ફ્લાઇટ સ્ટેટસ તપાસો.”આ પણ વાંચો-National Herald
Case: સોનિયા અને રાહુલ ગાંધીને રાહત, EDની ચાર્જશીટ પર સંજ્ઞાન લેવાનો કોર્ટનો ઇન્કાર


