થો઼ડા દિવસ પહેલા જ ભારતની વિનંતી પર થાઇલેન્ડ પોલીસે ફુકેતમાં લૂથરા ભાઇઓની કસ્ટડી લઇ લીધી હતી. જે બાદ આજે બંને ભાઇઓને દિલ્હી એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે. બંનેની ગોવા પોલીસે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ગોવામાં નાઇટક્લબમાં અગ્નિકાંડમાં 25 લોકોના મોત થયા હતા. લૂથરા બ્રધર્સ આ નાઇટક્લબમાં ફાઉન્ડર છે અને ઘટના બાદ તેઓ ફરાર હતા. ક્લબ માલિકોના પાસપોર્ટ સસ્પેન્ડ કરી દેવાયા હતા.
થાઇલેન્ડ ભાગી ગયા હતા માલિકો
મહત્વનું છે કે ગયા અઠવાડિયે 6 ડિસેમ્બરે ગોવાના આર્પોરામાં બિર્ચ બાય રોમિયો નાઈટક્લબમાં મોટી આગ લાગી હતી. પચીસ લોકોનું દુઃખદ મૃત્યુ થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ ક્લબના સ્થાપક ભાઈઓ ફુકેટ ભાગી ગયા હતા અને તેમના પર આ કેસમાં આરોપ મૂકવામાં આવ્યો છે. ભારતની વિનંતી પર થાઈલેન્ડ પોલીસે ફુકેટમાં લુથ્રા ભાઈઓની અટકાયત કરી હતી. . નાઈટક્લબ આગના મુખ્ય આરોપી ગૌરવ અને સૌરભ લુથ્રાનો પાસપોર્ટ સસ્પેન્ડ કરી દીધો છે. જેથી તેઓ ફુકેટથી આગળ મુસાફરી ન કરી શકે.


