ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આંતરરાષ્ટ્રીય મેચ, ટી20 મેચ અને ઇન્ડિયન પ્રીમિયરનું આયોજન કરે છે. IPL એ BCCI ની આવકનો સૌથી મોટો સ્ત્રોત છે. બોર્ડ દર વર્ષે આ બે મહિનાની ટુર્નામેન્ટમાંથી હજારો કરોડ રૂપિયા કમાય છે. ગતવર્ષ 2025 ઇન્ડિયન પ્રીમિયર લીગથી BCCIએ આશરે ₹9,678 કરોડની કમાણી કરી છે. IPLમાં સ્પોન્સરશિપ, ડિજિટલ અને ટીવી પ્રસારણ અધિકારોનું વેચાણ કરી અને સહયોગી ભાગીદારો પાસેથી પણ BCCI કમાણી કરે છે. IPL ભારતમાં રમાય છે, તેના આયોજકો પણ ભારતના છે તો પછી તેનું ઓકશન કેમ વિદેશ એટલે કે અબુધાબીમાં થઈ રહ્યું છે.
IPL બીસીસીઆઈનો આવકનો મોટો સ્ત્રોત
BCCI દેશની બે ફ્રેન્ચાઇઝ લીગ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને મહિલા પ્રીમિયર લીગ (WPL)નું આયોજન કરે છે. આ વર્ષે આઈપીએલની હરાજીમાં વિશ્વભરમાંથી 1390 ખેલાડીઓએ નોંધણી કરાવી હતી. જેમાંથી ફક્ત ચોક્કસ ખેલાડીઓને જ સામેલ કરાયા. શરૂઆતમાં 1390માંથી 350 ખેલાડીઓ સામેલ કરાયા હતા. પરંતુ તેમાં કેટલાક નામોનો ઉમેરવામાં આવતા આ આંકડો હવે 369એ પહોંચ્યો છે. આજે આ 369 ખેલાડીઓના ભાવિના ફેંસલો થશે. પાછળથી જે નામો ઉમેરાયા છે તેમનું નસીબ ખુલશે, યુવા ખેલાડીઓને સ્થાન મળશે કે પછી જૂના જોગીઓ પર ફ્રેન્ચાઈઝી પસંદગીનો કળશ ઢોળશે. આઈએપીલ ઓકશનને લઈને ખેલાડીઓ અને ચાહોકમાં આજે ઉત્સુકતા છે.
અબુ ધાબીમાં હરાજીનું આ છે કારણ
આજે, 16 ડિસેમ્બર, 2025 ના રોજ થવાનું છે. આ મીની હરાજી અબુ ધાબીમાં યોજાવા જઈ રહી છે. આજે બપોરે 2:30 વાગ્યે શરૂ થનારી આ મીની હરાજીમાં, ભારત અને વિદેશના પ્રખ્યાત ખેલાડીઓ 10 ફ્રેન્ચાઇઝીઓ, અથવા ખરીદદારો સામે હશે. આજે 237.55 કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવશે. ભારતમાં આઈપીએલ રમાવાની છે અને આયોજકો પણ ભારતના છે ત્યારે હરાજી માટે અબુધાબીની કેમ પસંદગી કરાઈ તેને લઈને લોકોમાં આશ્ચર્ય છે. અબુ ધાબીમાં આ હરાજી યોજવા પાછળનો મુખ્ય હેતુ ભારતીય ક્રિકેટની વૈશ્વિક છબી વધારવાનો છે. આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે IPL હરાજી ભારતની બહાર યોજાઈ રહી છે. BCCI વૈશ્વિક પ્રેક્ષકો અને હાજરીને પ્રોત્સાહન આપવા માટે ભારતની બહાર હરાજી યોજી રહ્યું છે.


