IPL 2026 ના મેગા ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર કેમરન ગ્રીન નસીબદાર સાબિત થયા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ભારે રકઝક બાદ ગ્રીનને રૂપિયા 25.20 કરોડની જંગી કિંમતે ખરીદી લીધો છે. આ સાથે જ ગ્રીન IPL ના ઇતિહાસમાં સૌથી મોંઘા વિદેશી ખેલાડી બની ગયા છે. ચાર ટીમો વચ્ચે જામી જંગ કેમરન ગ્રીનને પોતાની ટીમમાં લેવા માટે ચાર દિગ્ગજ ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. શરૂઆતમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બોલી શરૂ થઈ હતી. જોકે, ટૂંક સમયમાં જ કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ પણ મેદાનમાં ઉતરી આવ્યા હતા.
<script async src="
” charset=”utf-8″>” style=”position: static; visibility: visible; width: 550px; height: 753px; display: block; flex-grow: 1;” data-tweet-id=”2000864124138574249″>
<script async="" src="
” charset=”utf-8″>
બિડિંગ વોરની હાઈલાઈટ્સ
શરૂઆતમાં કોલકાતા અને રાજસ્થાન વચ્ચે તીવ્ર સ્પર્ધા થઈ. જ્યારે બોલી રૂપિયા 13 કરોડની આસપાસ પહોંચી ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે એન્ટ્રી કરી માહોલ ગરમ કર્યો હતો. અંતમાં KKR અને CSK વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી, જેમાં KKR એ રૂપિયા 25.20 કરોડની બોલી લગાવી ગ્રીનને પોતાની ટીમમાં સામેલ કરવામાં સફળતા મેળવી. ગ્રીનની ઓલરાઉન્ડ ક્ષમતા, જે બેટિંગ અને બોલિંગ બંનેમાં મેચ વિનર સાબિત થઈ શકે છે, તેને કારણે ટીમોએ તેમના પર આટલો મોટો દાવ લગાવ્યો છે.
આ પણ વાંચો : IPL 2026 Auction : ઇન્ડિયન પ્રીમિયર લીગનું BCCI આયોજન કરે છે, તો ભારત બહાર અબુધાબીમાં કેમ થઈ રહ્યું છે IPLનું Auction


