પીએમ મોદી જ્યારે મિડિલ ઇસ્ટના દેશ જોર્ડનમાં હતા તે સમયે એક ખાસ ફોટો સામે આવ્યો, આ ફોટો કાર ડિપ્લોમેસી વાળો છે જેના કેન્દ્રમાં અનેક વખત પીએમ મોદી હોય છે. જોર્ડનના ક્રાઉન પ્રિન્સ એટલે કે યુવરાજ અલ હુસૈન અબ્દુલ્લા. જે પોતે ડ્રાઇવ કરીને પીએમ મોદીને જોર્ડન સંગ્રહાલય સુધી લઇ જાય છે. યુવરાજનુ આવુ કરવુ પીએમ મોદી પ્રતિ તેમનુ માન સમ્માન અને ભારત જોર્ડનના રિલેશન માટે પીએમ મોદીના આ પ્રવાસના મહત્વનો પુરાવો આપે છે. યુવરાજ અલ હુસૈન બિન અબ્દુલ્લા પૈગબંર મહોમ્મદની 42મી પેઢીના વંશજ છે.
યુવરાજે સાઉદીની એન્જીનિયર સાથે કર્યા છે લગ્ન
જોર્ડન પર રાજા અબ્દુલ્લા અને રાણી રાનિયા તેમજ તેમના પરિવારનું શાસન છે, જેઓ હાશેમાઈ રાજવંશના સભ્યો છે. હાશેમાઈ પરિવારના મૂળ પયગંબર મોહમ્મદ અને તેમના પુત્ર ઈસ્માઈલ સુધી પહોંચે છે. એટલે કે આ પરિવાર પૈગબંર મહોમ્મદના વંશજ માનવામાં આવે છે. આ વાત યુવરાજ હુસૈનની. યુવરાજ હુસૈનનો જન્મ 28 જૂન 1994માં થયો હતો અને તે કિંગ અબ્દુલ્લા અને રાણી રાનિયાના સૌથી મોટું સંતાન છે.
પ્રિન્સનો અભ્યાસ
હુસૈને કિંગ્સ એકેડમી માંથી શિક્ષા પ્રાપ્ત કરી અને 2016માં તેમણે જોર્જટાઉન યુનિવર્સિટીથી આંતરરાષ્ટ્રીય ઇતિહાસમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે 2017માં રોયલ મિલિટ્રી એકેડમી સેન્ડહર્સ્ટથી ગ્રેજ્યુએશનની ઉપાધિ હાંસલ કરી છે. તેઓ જોર્ડનના સશસ્ત્ર દળોમાં ઉચ્ચ હોદ્દો ધરાવે છે. પ્રિન્સ હુસૈને 2023 માં ઝહરાન પેલેસમાં સાઉદી અરેબિયાના કલાકાર રજવા અલ સૈફ સાથે લગ્ન કર્યા.
યુવરાજની નેટવર્થ કેટલી?
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જોર્ડનના યુવરાજ અલ હુસૈનની કુલ સંપત્તિ આશરે 5 મિલિયન ડોલર આંકવામાં આવે છે. ભારતીય કરન્સીમાં આ લગભગ 46 કરોડ રૂપિયા છે. જોકે આ ધ્યાન આપવા વાળી વાત છે કે જોર્ડન રોયલ પરિવારની કુલ સંપત્તિ આશરે 34 બિલિયન હોવાનુ અનુમાન છે. જેમાં કિંગ અબ્દુલ્લા દ્વિતીયની કુલ સંપત્તિ લગભગ 750 મિલિયન છે. ક્રાઉન પ્રિન્સના રૂપમાં, અલ હુસૈનની કુલ સંપત્તિ આગળ વધવાની સંભાવના છે કારણ કે તે વધુ જવાબદારી નિભાવશે, અને રાજા બનશે….


