આ મુલાકાતમાં ચર્ચાઓ વ્યૂહાત્મક ભાગીદારી, પ્રાદેશિક પરિસ્થિતિ, સંરક્ષણ, વેપાર, FTA, રોકાણ, સાંસ્કૃતિક અને શૈક્ષણિક સહયોગ પર કેન્દ્રિત રહેશે.
ભારત-ઇઝરાયલના મજબૂત સંબંધ
વિદેશ મંત્રી એસ. જયશંકર બે દિવસના પ્રવાસે ઇઝરાયલ પહોંચ્યા છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે. જ્યારે ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂની પ્રસ્તાવિત ભારત મુલાકાતની તૈયારીઓ ચાલી રહી છે. પીએમ મોદી અને પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ તાજેતરમાં ફોન પર વાત કરી હતી. આ વાતચીત બાદ, નેતન્યાહૂએ જણાવ્યું હતું કે બંને નેતાઓ ખૂબ જ ટૂંક સમયમાં મુલાકાત કરશે.
પશ્ચિમ એશિયા મુદ્દાઓ પર ચર્ચા
કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકરે જેરુસલેમમાં ઇઝરાયલી વિદેશ મંત્રી ગિદિયોન સાર સાથે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. ઇઝરાયલની તેમની મુલાકાત દરમિયાન એસ.જયશંકર રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ અને પીએમ બેન્જામિન નેતન્યાહૂને પણ મળશે. આ બેઠકોમાં ભારત અને ઇઝરાયલ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા, પરસ્પર સહયોગ વધારવા અને પશ્ચિમ એશિયા સંબંધિત પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા થશે. આ વાટાઘાટોનો હેતુ બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોને નવી દિશા આપવાનો છે.
વધતા ભારત-ઇઝરાયલ સંપર્ક
છેલ્લા કેટલાક મહિનામાં ભારત અને ઇઝરાયલ વચ્ચે ઉચ્ચ સ્તરીય સંપર્કોમાં સતત વધારો થયો છે. પરિણામે, આ વર્ષે ઘણા વરિષ્ઠ ઇઝરાયલી મંત્રીઓએ ભારતની મુલાકાત લીધી છે. તેમાં પ્રવાસન મંત્રી હૈમ કાત્ઝ, અર્થતંત્ર અને ઉદ્યોગ મંત્રી નીર બરકત, કૃષિ અને ખાદ્ય સુરક્ષા મંત્રી અવી ડિક્ટર અને નાણામંત્રી બેઝાલેલ સ્મોટ્રિચનો સમાવેશ થાય છે. આ મુલાકાતોએ બંને દેશો વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરારને વેગ આપ્યો છે.
આ પણ વાંચોઃ ‘ભારતના દુશ્મનોને આપીશું આશ્રય, પૂર્વોત્તરને અલગ કરીને રહીશું’, બાંગ્લાદેશના નેતાએ કેમ ઓક્યું ઝેર? જાણો


