- ફાયર વિભાગે દરવાજો તોડી બાળકનું કર્યું રેસ્ક્યુ
- રમતા રમતા બાળકે દરવાજો અંદરથી બંધ કર્યો હતો
- ફ્લેટના બેડ રૂમમાં બાળક પુરાઈ ગયું હતુ
નાના બાળકોને ઘરમાં સાચવવા મુશ્કેલ બની ગયા હતા. જેમાં સુરતના જહાંગીરાબાદમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે વર્ષનું બાળક રૂમમાં ફસાઇ જતા માતાપિતાનો જીવ અધ્ધર થઈ ગયો હતો. જે પછી તાત્કાલીક ફાયર સ્ટાફને જાણ કરાતા સ્ટાફ દોડીને બાળકનો જીવ બચાવ્યો હતો.
આ અંગેની માહિતી અનુસાર, સુરતના જહાંગીરાબાદમાં વીર સાવરકર હાઈટ્સના ફ્લેટ નંબર 702મા બે વર્ષનું બાળક રૂમમાં રમતું હતું. આ વેળાએ રમતા- રમતા બાળકે દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો પછી કોઈ કાળે દરવાજો ન ખુલતા પરિજનોના શ્વાસ અધર થઈ ગયા હતા.
બાળકને ઘરના રૂમમા એકલો મુકતા પહેલા સો વખત વિચારવા જેવો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જેમાં ફ્લેટમાં બે વર્ષના બાળક સાથે ચોંકાવનારી ઘટના બની હતી. પરિવાર ચિંતામાં મુકાયા બાદ અફરાતફરીનો માહોલ સર્જાયા બાદ ફાયર સ્ટાફને જાણ કરાઈ હતી.
આ પછી સુરત ફાયર વિભાગની ટીમ પોતાના ઓઝારો વડે દરવાજો તોડી બાળકને હેમખેમ બહાર કાઢયો હતો. જેને લઈ પરિજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને તેમજ બાળકોને બહાર કાઢીને રાહતનો શ્વાસ લીઘો હતો.