- ધનંજય દ્વિવેદી બન્યા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ
- IAS હર્ષદ પટેલની આરોગ્ય કમિશનર તરીકે બદલી
- IAS આલોક પાંડેને વધારાનો ચાર્જ સોંપાયો
રાજ્યમાં 4 IAS અધિકારીઓની બદલીના આદેશ થયા છે. સચિવાલયમાં વરિષ્ઠ પદ પર રહેલાં અગ્ર સચિવ કક્ષાના અધિકારીઓની બદલી થઈ છે. જેમાં IAS ધનજંય દ્વિવેદીની આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી કરવામાં આવી છે.
આ તરફ શાહમીના હુસૈનની નર્મદા પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના અગ્ર સચિવ તરીકે, હર્ષદ કુમાર પટેલની આરોગ્ય તબિબિ સેવા અને તબિબિ શિક્ષણ વિભાગની કમિશનર તરીકે તથા આલોક કુમાર પાંડેને યુવક સેવા અને સાંસકૃતિક પ્રવૃતિના કમિશનર તરીકેનો વધારા તરીકેનો હવાલો સોંપાયો છે.
અગાઉ 69 અધિકારીઓની થઈ બદલીઓ
જ્ય સરકાર દ્વારા GAS કેડરના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 69 અધિકારીઓની બદલી કરાઈ છે. રાજયના પંચાયત વિભાગમાં પણ મોટા પાયે બદલી કરવામાં આવી છે. 13 નાયબ જિલ્લા વિકાસ અધિકારીની બદલી કરવામાં આવી છે. 53 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલીઓ કરવામાં આવી છે.
લોકસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર દ્વારા માટાપાયે બદલીઓ કરવામાં આવી છે. વર્ગ 1ના 69 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મહેસુલ વિભાગના GAS કેડરના અધિકારીઓની બદલી સાથે બઢતીના આદેશ કરવામાં આવ્યા છે.