- ધ્રાંગધ્રા-માલવણ વચ્ચે બાળક ટ્રેનમાંથી નીચે પડ્યું
- ચાલુ ટ્રેનમાંથી બાળક નીચે પટકાતા ઘાયલ
- સામેથી આવતી ટ્રેનના ગાર્ડે ટ્રેન ઉભી રાખી
ટ્રેનમાં વિવિધ ઘટના બનતી હોય છે ત્યારે ચાલુ ટ્રેનમાંથી બાળક પડી જવાની ઘટના સામે આવતાં ચકચારી મચી છે. આ અંગેની માહિતી અનુસાર સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા માલવણ વચ્ચે રેલ્વે ટ્રેક પર ટ્રેન માંથી બાળકી પડી જવાની વિચિત્ર ઘટના સામે આવી છે. એટલું જ નહીં માતા-પિતાને જાણ પણ ન હતી.
ધ્રાંગધ્રા માલવણ વચ્ચે રેલવે ટ્રેક પર ટ્રેન માંથી બાળકી પડી ગઈ હતી. આ ભુજ સાબરમતી ટ્રેન માંથી બાળકી પડી જવાની ઘટના સામે આવી છે. જે પછી બાળકીને તાત્કાલિક ધ્રાંગધ્રા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. અમદાવાદ તરફથી આવતી ઇન્દોર ગાંધીધામ ટ્રેનના ડ્રાઇવરે બાળકીને ટ્રેક પર પડેલી જેતા ટ્રેન ઉભી રાખી હતી.
જે પછી ઇન્દોર ગાંધીધામ ટ્રેનના ડ્રાઇવરે ધ્રાંગધ્રા સ્ટેશન માસ્તરને બાળકી સોંપી હતી. આ પછી રેલ તંત્ર એ વિરમગામ તરફ જતી ભજુ સાબરમતી ટ્રેનને જાણકારી આપી હતી. ત્યાર બાદ વિરમગામ સ્ટેશન પર બાળકી પડી ગયાની જાણ કરતા બાળકીના માતા પિતા મળ્યા હતા. માતા પિતાએએ બાળકી પડી ગયાની જાણ ન હોવાનું જણાવ્યું હતું. જેથી બાળકીના માતા પિતા ધ્રાંગધ્રા આવી બાળકીનો કબ્જો મેળવી સારવાર કરાવી હતી.