- બોરસદ તાલુકાના રાસ ગામને કોઈ મુદ્દે યાદ જ ન કરવામાં આવ્યું
- સરદાર પટેલની ધરપકડ સાથે 192 જેટલા લોકોની ધરપકડ થઈ હતી
- પહેલી વખત બ્રિટિશ હકુમતે વલ્લભભાઈ પટેલની ધરપકડ કરી હતી
31મી ઓક્ટોબરે જ્યારે દેશભરમાં સરકાર દ્વારા સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રચાર કરવામાં આવે છે. ત્યારે આ બોરસદ તાલુકાના રાસ ગામને કોઈ મુદ્દે યાદ જ ન કરવામાં આવ્યું. જ્યારે દેશની સ્વાતંત્ર્ય લડતનો અગત્યનો કિસ્સો હતો અને સરદાર પટેલની બ્રિટિશ હકુમતે ધરપકડ કરી હતી.રાસ ગામ આઝાદીના રંગે રંગાયેલું રાષ્ટ્રીય ગામ છે જેમાં બ્રિટિશ સરકાર સામેની આઝાદીની લડતમાં રાસ એક અગ્રેસર ગામ બનીને આગળ આવ્યું હતું. જેમાં સરદાર પટેલની ધરપકડ સાથે 192 જેટલા લોકોની ધરપકડ થઈ હતી. રાસ ગામમાં આવેલી હાઈસ્કુલના મેદાનમાં જ આ વલ્લભ વડ આવેલ છે. જે વડ હાલ પણ હયાત જ છે. દાંડીકૂચ સમયે ગાંધીજીની દાંડીકૂચની પ્રેરણા 7મી માર્ચ, 1930ના રોજ લઈ સરદાર વલ્લભભાઈ પટેલે આ જગ્યાએ સભા કરી હતી. તેમણે આઝાદીના કરની લડત માટે અને આઝાદી મુદ્દે અહીયા લોક જાગૃતિના કામ કર્યા હતા. જેમાં પહેલી વખત બ્રિટિશ હકુમતે વલ્લભભાઈ પટેલની ધરપકડ કરી હતી. આ સમયે સરદાર પટેલ સાથે રાસ ગામના 192 લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી અને રાસ ગામ આઝાદીની લડાઈમાં સક્રિય રીતે જોડાઈ ગયું હતું.
રાસ ગામના અગ્રણીઓ દ્વારા સરદાર વડને લઈને અનેકવાર રજૂઆત કરવામાં આવી
રાસ ગામના પૂર્વ સરપંચ અને અગ્રણી ઠાકોરભાઈ પટેલને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, રાસ ગામના અગ્રણીઓ દ્વારા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને વારંવાર લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે રાસ ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલનુ સ્ટેચ્યુ અને મ્યુઝિયમ બનાવવામાં આવે અને રાસ ગામનો હેરિટેજમાં સમાવેશ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે.