- સ્કૂલમાં ભગવન શ્રી રામની રંગોળી બનાવાઈ
- શિક્ષકોએ તૈયાર કરી ભગવાન શ્રી રામની રંગોળી
- નાના ભૂલકાઓ જયશ્રી રામ બોલીને પુરાવી રહ્યા છે હાજરી
સૌ કોઈ હાલમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં સહભાગી બની રહ્યા છે. આ વચ્ચે રાજકોટની એક સ્કૂલમાં ભગવાન રામ અને રામમંદિરની 21 ફૂટની રંગોળી બનાવવામાં આવી છે. સ્કૂલનાં આર્ટ એન્ડ ક્રાફ્ટના શિક્ષકે અદભૂત રંગોળીનું સર્જન કર્યું છે.
આ અંગેની માહિતી અનુસાર, રાજકોટની વાય કિંગ પ્રિ-સ્કૂલના પ્રિન્સિપાલ ઉમાબેન ચીકાણીએ જણાવ્યું હતું કે, સ્કૂલનાં આર્ટ એન્ડ ક્રાફ્ટના શિક્ષક હિમાંશી ધોરડાએ સ્ટાફની મદદથી ધનુષધારી ભગવાન શ્રીરામ અને રામમંદિરની અદભૂત પ્રતિકૃતિરૂપ રંગોળીનું નિર્માણ કર્યુ છે.
વિશાળ 21 ફૂટની આ રંગોળીના નિર્માણ માટે 8 કલાકનો સમય લાગ્યો હતો અને 40 કિલો કલરની જરૂરિયાત પડી હતી. એટલું જ નહીં અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે ત્યારે આ ઉત્સાહને અદભૂત રંગોળીરૂપે દર્શાવવામાં આવ્યો છે.
એટલું જ નહીં શાળામાં નાના ભૂલકાઓ પણ જયશ્રી રામ બોલીને ક્લાસમાં હાજરી પુરાવી રહ્યા છે. જેની સાથે જ શાળામાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યો છે. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજકોટની સ્કૂલમાં નાના ભૂલકાઓ પણ જોડ્યા છે.


