ભારત સરકારના એ ગુપ્ત મિશન દરમિયાન પ્લુટોનિયમ સંચાલિત પરમાણુ ઉપકરણ નંદા દેવી પર છોડી દેવામાં આવ્યું હતું, અને આજ સુધી તે મળ્યું નથી અને આ બાબત ભારત સરકાર માટે ચિતાનો વિષય બની શકે છે.
હિમનદીઓ પીગળશે તો શું થશે?
ભારત સરકારની ચિંતામાં આ ગુપ્ત મિશન બાબતે જે વાત વધારો કરે છે એમાં સૌથી મોખરે છે નંદા દેવી પર ચીનની પરમાણુ હરકતો પર નજર રાખવા માટે છોડી દેવામાં આવેલું પ્લુટોનિયમ સંચાલિત પરમાણુ ઉપકરણ કે જે હવે હિમનદીઓ પીગળવાને કારણે પ્રકાશન અને પર્યાવરણીય જોખમ માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. આ યોજનામાં હિમાલયના એક ઊંચા શિખર પર એક ગુપ્ત દેખરેખ સ્ટેશન સ્થાપિત કરવાનો સમાવેશ થતો હતો, જેનો ઉદ્દેશ્ય રેડિયો સિગ્નલોને અટકાવવાનો હતો.
પોર્ટેબલ ન્યુક્લિયર જનરેટરનો ઉપયોગ
CIA અને ભારતે ચીન પર નજર રાખવા માટે પ્લુટોનિયમ દ્વારા સંચાલિત SNAP-19C નામના પોર્ટેબલ ન્યુક્લિયર જનરેટરનો ઉપયોગ કર્યો હતો. આ એજ ટેકનોલોજી છે જેનો ઉપયોગ અવકાશ મિશન અને ઊંડા સમુદ્રી અભિયાનો માટે થાય છે. આ મિશનને પાર પાડવા માટે, CIA એ અમેરિકન પર્વતારોહકોની પસંદગી કરી હતી અને ભારતીય ગુપ્તચર એજન્સીઓની મદદથી નંદા દેવી પર ચઢાણ કર્યું હતું. આ મિશન દરમિયાન ભારતીય ટીમનું નેતૃત્વ કેપ્ટન એમ.એસ. કોહલી દ્વારા કરવામાં આવ્યું હતું, જે તે સમયે ભારતના ટોચના પર્વતારોહકોમાંના એક માનવામાં આવતા હતા.
CIAનું ગુપ્ત મિશન
ભારત સરકાર દ્વારા અત્યંત ખાનગી રીતે અમલમાં મૂકવામાં આવેલું આ મિશન એટલું ગુપ્ત હતું કે બહુ ઓછા લોકોને તેના વિશે જાણતા હતા. ઓક્ટોબર 1965ના આ મિશન દરમિયાન ટીમ શિખરની નજીક કેમ્પ ફોર પહોંચી હતી, ત્યારે અચાનક ભારે બરફનું તોફાન આવ્યું. પરિસ્થિતિ જીવલેણ બની ગઈ હતી અને કેપ્ટન કોહલીએ પર્વતારોહકોના જીવ બચાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. તેમણે જનરેટરને છોડી દેવાનો આદેશ આપ્યો જ્યારે ટીમ તેને મેળવવા માટે બીજા વર્ષે પરત આવી, ત્યારે તે ગુમ થઈ ગયું હતું.
આ ભારતની ચિંતાનો વિષય છે!
એવું માનવામાં આવે છે કે આ પોર્ટેબલ ન્યુક્લિયર જનરેટર હિમપ્રપાત ,બરફ અને ખડકો સાથે ગ્લેશિયરમાં તણાઈ ગયો હશે. આ પછી અનેક શોધ કામગીરી શરૂ કરવામાં આવી હતી. રેડિયેશન ડિટેક્ટર, ઇન્ફ્રારેડ સેન્સર અને અન્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ કંઈ મળ્યું ન હતું. અમેરિકન અને ભારતીય અધિકારીઓ ગભરાઈ ગયા હતા, પરંતુ બંને સરકારે આ ઘટનાને દબાવી દીધી હતી. જ્યારે 1970ના દાયકામાં આ બાબત મીડિયામાં સામે આવી, ત્યારે રાજકારણ ખૂબ ગરમાયું હતું.
લાખો લોકોના જીવનું જોખમ
વૈજ્ઞાનિકોના મત મુજબ નંદા દેવી હિમનદીઓ ગંગા નદીની ઉપનદીઓને પાણી આપે છે. જો પ્લુટોનિયમ પાણીમાં ઓગળી જાય, તો લાખો લોકોના જીવન જોખમમાં મુકાઈ શકે છે. જોકે સરકારી સમિતિઓ અને વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે જોખમ નહિવત્ છે પરંતુ લાખો લોકોના જીવનું જોખમ યથાવત છે. આજે, 60 વર્ષ પછી, પરમાણુ ઉપકરણ હિમાલયના બરફમાં ક્યાંક દટાયેલું હોવાનું માનવામાં આવે છે. ગ્લોબલ વોર્મિંગ અને પીગળતા હિમનદીઓ સાથે, ભય ફરી ઉભરી રહ્યો છે કે ઉપકરણ ખુલ્લું પડી શકે છે.


