રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં અનેક લોકોની બેદરકારી સામે આવી રહી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયા સામે અનેક ગુનાઓ દિનપ્રદીન બહાર આવી રહ્યા છે. આ સાથે મનસુખ સાગઠિયા સામે અપ્રામણ સર મિલકતનો ગુનો નોંધાયો છે. એન્ટીકરપ્શન બ્યુરોએ વધુ એક ફરિયાદ દાખલ કરી સાગઠિયા સાથે સંકળાયેલ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં સાગઠિયા પાસેથી રૂ. 10 કરોડ 55 લાખની કોઇપણ હિસાબ વગર અને અપ્રમાણ સર મળી આવી હતી. સાગઠિયાની ઉપરોક્ત આવક સાથે 410 ટકા સંપતિ વધુ મળી આવતા એસીબીએ આ સંપતિ ક્યાંથી આવી સહિતના સવાલોનો ગાળિયો સાગઠિયાના ગળે કસ્યો છે. સાગઠિયાના ભાઇની રાજકોટ સ્થિત ઓફિસે પણ દરોડા પાડવામાં આવ્યા છે. રાજકોટના સસ્પેન્ડેડ TPO સાગઠિયા પાસે ગેસ એજન્સી, પેટ્રોલ પંપ, અમદાવાદમાં અદાણી શાંતીગ્રામમાં બંગલો હોવાનું પણ ખુલ્યું છે. એસીબીએ આ તરફ પણ તપાસનો દોર શરૂ કર્યો છે. એસીબીના ડાયરેક્ટર સમશેરસિંગના માર્ગદર્શન હેઠળ જોઇન્ટ ડાયરેક્ટર બીપીન આહિર સ્ટાફ સાગઠિયા અપ્રમાણ સર સંપતિઓ પર ત્રાટકી હતી. સાગઠીયા પાસેથી કરોડોની મિલકત મળી આવતા ચકચાર જાગી છે.


