- ઓનલાઈન ગેમના રવાડે ચડેલા પુત્રએ પિતાને માર્યો ધક્કો
- ગેમમાં રૂપિયા હારી જતા પિતાએ આપ્યો હતો ઠપકો
- પબજી ગેમના રવાડે ચઢ્યો હતો 16 વર્ષિય કિશોર
સુરતમાં માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં 16 વર્ષીય કિશોરનું પિતા સાથે ગેરવર્તન સામે આવ્યું છે. તેમાં ઓનલાઈન ગેમના રવાડે ચડેલા પુત્રએ પિતાને ધક્કો માર્યો હતો. તથા ગેમમાં રૂપિયા હારી જતા પિતાએ ઠપકો આપ્યો હતો.
16 વર્ષિય કિશોર પબજી ગેમના રવાડે ચઢ્યો
16 વર્ષિય કિશોર પબજી ગેમના રવાડે ચઢ્યો હતો. જેમાં પિતાએ ઠપકો આપતા ઘરમાં તોડફોડ કરી હતી. સમગ્ર મામલે પરિવારે પોલીસનો સહારો લીધો હતો. ડુમસ પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી છે. ઓનલાઇન ગેમિંગના રવાડે ચઢેલા બાળકોના માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. 16 વર્ષનો કિશોર ઓનલાઇન ગેમમાં રૂપિયા હારી જતા પિતાએ ઠપકો આપતા પિતાને ધક્કો મારી પુત્રએ ગેરવર્તન કર્યું હતુ.
કિશોરને ઓનલાઇન ગેમથી દૂર કરવાના પ્રયાસ કર્યા
16 વર્ષિય કિશોર પબજી ગેમના રવાડે ચઢ્યો હતો. એટલું જ નહિ ઘરનું ટીવી પણ ફોડી નાખ્યુ હતુ. તેમાં સમગ્ર મામલે પરિવારે પોલીસ મથકનો સહારો લેવો પડ્યો હતો. ડુમસ પોલીસે જાણવા જોગ ફરિયાદ લઈ કિશોરને ઓનલાઇન ગેમથી દૂર કરવાના પ્રયાસ કર્યા છે.


