- ગોઝારી ઘટના સુરત શહેરમાં બની છે
- માછલી ખાતા કાંટો ગળામાં ફસાતા મોત
- યુવકને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી
સી ફૂડ ખાતા પહેલાં ચેતજો. જેમાં માછલી ખાતા કાંટો ગળામાં ફસાતા મોત થયુ છે. માછલીનો કાંટો ગળામાં ફસાતા યુવકને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જેમાં યુવકનું ટૂંકી સારવાર બાદ મોત થયુ છે. આ ગોઝારી ઘટના સુરત શહેરમાં બની છે.
સચિન GIDC ખાતે આ બનાવ બન્યો
સચિન GIDC ખાતે આ બનાવ બન્યો છે. જેમાં માછલી ખાતા કાંટો ગળામાં ફસાઈ જતા યુવકનું મોત થયુ છે. મુન્ના યાદવ ઘરમાં માછલી ખાતો હતો. તેમાં માછલીનો કાંટો ગળામાં ફસાઇ ગયો હતો. ત્યારે યુવકને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. તથા યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેમાં યુવકનું ટૂંકી સારવાર બાદ મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. તેમજ સી ફૂડ ખાતા લોકો માટે આ ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે.
ચારમાંથી એક મજૂરનું હૉસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન
અગાઉ વેરાવળ બંદર ખાતે ચાર પરપ્રાંતીય મજૂરોએ પફર ફીશ ખાધી હતી. જે બાદમાં તેમની તબીયત લથડી હતી. જે બાદમાં ચારમાંથી એક મજૂરનું હૉસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. આ મામલે CIFT તરફથી સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધનને આંતરરાષ્ટ્રીય ફોરમે માન્યતા આપી છે. એટલે કે મજૂરનું મોત પફર ફીશ ખાવાને કારણે જ થયાની પુષ્ટિ થઈ છે. CIFT ના વૈજ્ઞાનિકો તરફથી સંશોધનના અંતે જે દાવો કરવામાં આવ્યો હતો તે માન્ય રહ્યો છે. આ રીતે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશમાં પફર ફીશ ખાવાને કારણે પ્રથમ મોત થયાની પુષ્ટિ થઈ છે.
રાવળ બંદર ખાતે ચાર પરપ્રાંતીય મજૂરોએ પફર માછલી આરોગી
વર્ષ 2020માં વેરાવળ બંદર ખાતે ચાર પરપ્રાંતીય મજૂરોએ પફર માછલી આરોગી હતી. જે બાદમાં તેમને ફૂડ પોઇઝનિંગ થઈ ગયું હતું. તમામની સારવાર ચાલી રહી હતી. ત્યારે એક મજૂરનું મોત થયું હતું. જે બાદમાં સીઆઈએફટી સંસ્થાએ આ અંગે તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ માછલી અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાતનાં દરિયામાં પુષ્કળ માત્રામાં જોવા મળે છે.


