- તસ્લીમ આલમના ભાઇ લકી સહિત 4 સામે ફરિયાદ
- ઇસનપુર પોલીસ સ્ટેશનમાં સામસામે નોંધાઈ ફરિયાદ
- તસ્લીમ આલમના ભાઇ લકી આલમે કર્યું હતું ફાયરિંગ
અમદાવાદના શાહઆલામમાં ફાયરિંગ મુદ્દે ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ઇસનપુર પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે. તેમાં કોંગ્રેસના કોર્પોરેટર તસ્લીમ આલમે ફરિયાદ નોંધાવી છે. તસ્લીમ આલમના ભાઇ લકી સહિત 4 સામે ફરિયાદ થઇ છે.
તસ્લીમ આલમના ભાઇ લકી આલમે ફાયરિંગ કર્યું હતું
તસ્લીમ આલમના ભાઇ લકી આલમે ફાયરિંગ કર્યું હતું. તેમજ નકી આલમે તસ્લીમ આલમ સહિત 7 સામે ફરિયાદ કરી છે. તસ્લીમ આલમે કરેલી ફરિયાદમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ નકી આલમ તરફથી ફરિયાદમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં બનેલ ફાયરિંગ અને મારામારીની ઘટનામાં ઇસનપુર પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે.
CCTVમાં ફાયરિંગ થયાના કોઈ દ્રશ્યો મળ્યા નથી
કોંગ્રેસના કોર્પોરેટર તસ્લીમ આલમે તેના ભાઈ નકી આલમ સહિત કુલ ચાર સામે ફરિયાદ નોંધાવી છે. તેમજ નકી આલમ તરફની તેના ભાઈ તસ્લીમ આલમ સહિત કુલ સાત સામે ફરિયાદ નોંધાવી છે. જમીન વિવાદ મામલે બહેરામપુરાના કોર્પોરેટર તસનીમ આલમ તીર્મિઝી અને ભાઈઓ વચ્ચે ફાયરિંગ થયું હોવાનો દાવો કરાયો હતો. દરગાહ નજીકની જગ્યાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. નકી આલમે તસનીમ અને તેના પુત્રો સામે પિસ્તોલ તાકી હતી. પરંતુ, CCTVમાં ફાયરિંગ થયાના કોઈ દ્રશ્યો મળ્યા નથી.
અત્યારે FSLની મદદથી તપાસ કરાઈ રહી છે
ઉલ્લેખનીય છે કે, શાહઆલમમાં બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં હોકી અને લાકડીઓથી થયેલી મારામારીમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે. આ સમગ્ર મામલે પોલીસનું કહેવું છે કે, પિસ્તોલનો ઉપયોગ થયો છે, પરંતુ ફાયરિંગ થયું હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી. અત્યારે FSLની મદદથી તપાસ કરાઈ રહી છે.


