- આસી.પ્રોગ્રામ ઓફીસર મોહનસિંહ કટારાની ધરપકડ
- ઝાલોદ તાલુકા પંચાયતનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો
- મનરેગા યોજનાના કામોના બીલ પાસ કરવા માંગી લાંચ
દાહોદના ઝાલોદ તાલુકા પંચાયતનો કર્મચારી લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો છે. આ દરમિયાન તાલુકા પંચાયતના મનરેગાના આસિસ્ટન્ટ પ્રોગ્રામિંગ ઓફિસર મોહન કટારાની ધરપકડ કરવામાં આવી છે. જેમાં , APO મોહન કટારાએ ફરિયાદી પાસેથી રૂપિયા 50 હજારની લાંચ લીધી હતી.
નોંધનીય છેકે, , APO મોહન કટારાએ ફરિયાદી પાસેથી રૂપિયા 50 હજારની લાંચ લીધી હતી.મોહન કટારાએ કેટલાક કામના બિલ પાસ કરવા માટે લાંચ માગી હતી. બિલો મંજુર કરાવવા આરોપીએ ફરિયાદી પાસે લાંચ માગી હતી, પરંતુ ફરિયાદી રૂપિયા આપવા માગતો ન હોવાથી ACBને જાણ કરી હતી.
આ માટે ACBએ છટકું ગોઠવીને આ લાંચિયા અધિકારીને ઠુઠાકંકાસીયા ચોકડી પર લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ખેડૂતોને અને નાના લોકોને હેરાન કરતાં લોકોને ઝડપી પાડવા સામે કાર્યવાહી હાથ ધરી છે.
એસીબીના જણાવ્યા અનુસાર, આ કામના ફરીયાદી સરકારીશ્રીની મનરેગા યોજના અંતર્ગત કરેલ કોઝવે (પાણીના નાળા) બનાવવાની કામગીરી અંગેના ફરીયાદીના કુલ ચાર બિલોના કુલ કિ. રૂ.42,93,441/- મંજુર કરવા માટે ફરીયાદીએ આ કામના આરોપી મોહનસિંહ ગોપાલસિંહ કટારા આસીસ્ટન્ટ પ્રોગ્રામ ઓફીસર (કરાર આધારીત) તાલુકા પંચાયત કચેરી ઝાલોદનાઓને કાયદેસરની પ્રક્રિયા અનુસરી આપેલા હતા.