- લાખોની મેદનીનું વંદે માતરમ
- પાકિસ્તાને પણ જોયો ભારતનો દમ
- પાકિસ્તાની ફેન્સની હાલત બગડી
અમદાવાદમાં હાઈવોલ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હાર આપી. આ સમયે સમગ્ર નરેન્દ્ર મોદી સ્ટેડિયમના પ્રેક્ષકોમાં જાણે કે વીજળીનો કરંટ દોડી ગયો હોય એવી એનર્જી હતી. આ દરમિયાન લોકોએ વંદેમાતરમ ગાન ગાયું હતું. જો કે આ વખતે પાકિસ્તાની ફેન્સની હાલત પતલી થઈ ગઈ હતી.
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે કચડી નાંખ્યું છે. વર્લ્ડ કપ મુકાબલામાં લાખોની મેદની વચ્ચે ભારતે પાકિસ્તાન પર ઐતિહાસિક આઠમી જીત મેળવી છે અને હવે લોકો આ ભવ્ય જીતની અનોખી રીતે ઉજવણી કરી રહ્યા છે. લોકો ગુજરાતમાં ઠેર ઠેર ભવ્ય આતિશબાજી કરીને ધ્વજ લહેરાવીને અને ગીતો ગાઈને ભારતની જીતની ખુશી મનાવી રહ્યા છે.
હકીકતે ભારતના ઓલરાઉન્ડ પ્રદર્શનની સામે પાકિસ્તાને ઘૂંટણિયા ટેકવી દીધા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે લગાતાર આઠમી વાર વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ખરાબ રીતે હરાવી દીધું હતું. આનાથી પાકિસ્તાનના ફેન્સમાં નારાજગીની લહેર દોડી ગઈ હતી. તેમના મોઢા લટકાઈ ગયા હતા. પરંતુ ભારતીયોએ આ ક્ષણને ખુશીથી વધાવી લીધા હતા. કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી ભારતે આ ભવ્ય જીતની ઉજવણી કરી હતી.
હાલ ચારેબાજુ પ્રિ-દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી ભારતીય ટીમને જીતની શુભેચ્છાઓ પાઠવી છે. લોકો એકબીજાને મિઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી રહ્યા છે. ભારત મેચ જીત્યા બાદ અમદાવાદ શહેરના સિંધુ ભવન રોડ પર લોકોએ આતશ બાજી સાથે જીતની ઉજવણી કરી છે.
આ બધાની વચ્ચે પાકિસ્તાનના કટ્ટર સમર્થક મનાતા બશીર ચાચાની તબિયત અચાનક લથડી હતી. મેચ દરમિયાન બીપી વધી જતા બશીર ચાચાને સારવારની જરૂર પડી હતી. તેથી 108ને કોલ કરતા તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેમની સારવાર શરૂ છે.