- દ્વારકા જગતગુરૂ શંકરાચાર્યના સાનિધ્યમાં મળશે ધર્મસભા
- દેશભરમાંથી સાધુ-સંતો, મહામંડલેશ્વરો રહેશે હાજર
- ધર્મસભામાં રાષ્ટ્રીય કક્ષાની સમિતિની રચના કરાશે
ગાંધીનગરના પેથાપુરમાં ધર્મસભા યોજાશે. જેમાં સનાતન ધર્મ સંરક્ષણ સમિત દ્વારા આયોજન કરાયું છે. ત્યારે દ્વારકા જગતગુરૂ શંકરાચાર્યના સાનિધ્યમાં ધર્મસભા મળશે. દેશભરમાંથી સાધુ-સંતો, મહામંડલેશ્વરો હાજર રહેશે. તેમજ ધર્મસભામાં રાષ્ટ્રીય કક્ષાની સમિતિની રચના કરાશે.
સમગ્ર ગજરાતમાંથી1000થી વધારે સંતો ધર્મ સભામાં જોડાશે
રાજ્યકક્ષાની સમિતિની પણ રચના કરવામાં આવશે. જેમાં આવતીકાલે ગાંધીનગરમાં સંતોની રાષ્ટ્રીય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સનાતન ધર્મ સંસ્કૃતિ સંરક્ષણ ટ્રસ્ટ ભારતના નેજા હેઠળ રાષ્ટ્રીય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શતાનંદ મહારાજ દ્વારકા પીઠની અધ્યક્ષતામાં નિર્ણયો લેવાશે. તેમજ સમગ્ર ગજરાતમાંથી1000થી વધારે સંતો ધર્મ સભામાં જોડાશે.
ધર્મ સભામાં સમગ્ર ભારતકક્ષાની સમિતિની રચના કરવામાં આવશે
ધર્મ સભામાં સમગ્ર ભારતકક્ષાની સમિતિની રચના કરવામાં આવશે. તેમજ સમગ્ર ભારતના અન્ય રાજ્યમાં પણ આ સમિતીની રચના કરવામાં આવશે. અનંત વિભૂષિત શારદા પીઠાધિશ્વર દ્વારકાના જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ આગામી તારીખ 28 નવેમ્બરે બે દિવસ માટે પાટણમાં પહેલી વખત શ્રી જગન્નાથજી મંદિર ટ્રસ્ટના આમંત્રણને સ્વીકારીને પાટણમાં પધારશે. તેઓના આગમનને વધાવવા અને સનાતન ધર્મને ઉજાગર કરતાં ત્રિવિધ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે શ્રી જગન્નાથ મંદિર ખાતે પ્રબુદ્ધ નગરજનો સાથે બેઠક મળી હતી. જગદીશ મંદિર મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ જણાવ્યા મુજબ શંકરાચાર્યજી તા.28મીના રોજ સાંજે પાટણ આવતાં સામૈયું કરાશે. ત્યારબાદ જુના ગંજ ખાતે સનાતન ધર્મસભાને સંબોધશે.