- બોરસદના કમલેશ મહારાજના ડ્રાઇવરે કચડ્યા શ્રમજીવીઓને
- શેઠના પુત્રને કારમાં ગરબા ગ્રાઉન્ડ પર મૂકવા ગયો હતો ડ્રાઇવર
- ઈજાગ્રસ્ત 3 શ્રમજીવીઓને સારવાર માટે ખસેડાયા
વડોદરામાં નશામાં ધૂત વ્યક્તિએ અકસ્માત સર્જ્યો છે. જેમાં ફૂટપાથ ઉપર કાર ચઢાવી શ્રમજીવીઓને કચડ્યા હતા. બોરસદના કમલેશ મહારાજના ડ્રાઇવરે શ્રમજીવીઓને કચડ્યા છે. શેઠના પુત્રને કારમાં ગરબા ગ્રાઉન્ડ પર મૂકવા ડ્રાઇવર ગયો હતો. તેમાં ઈજાગ્રસ્ત 3 શ્રમજીવીઓને સારવાર માટે ખસેડાયા છે.
આજવા રોડ રાત્રિ બજાર પાસે બનાવ બન્યો
કાર ચાલક અક્ષય સુથારને પોલીસને હવાલે કરાયો છે. બાપોદ પોલીસે આરોપી અક્ષય સુથાર સામે ગુનો નોંધયો છે. વડોદરામાં આજવા રોડ રાત્રિ બજાર પાસે બનાવ બન્યો છે. સોમવાર છેલ્લા નોરતે વહેલી પરોઢે 3:15 કલાકે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. શરાબી કાર ચાલકે ફૂટપાટ ઉપર કાર ચઢાવી શ્રમજીવીઓને કચડ્યા છે. આજવા રોડ રહેતા અને બોરસદમાં ગૌશાળા ધરાવતા કમલેશ મહારાજના ડ્રાઇવરે શ્રમજીવીઓને કચડયા છે.
અક્ષય સુથારને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો
શેઠના પુત્રને કારમાં ગરબા ગ્રાઉન્ડ પર મૂકી મોડી રાત્રે કાર લઈને એકલો જઈ રહ્યો હતો. તેમાં શ્રમજીવીઓની ગળા ફાડ ચીસોથી ટોળા એકત્રીત થયા હતા. જેમાં ઘાયલ 3 શ્રમજીવીઓને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. ટોળાએ બોરસદ રહેતા કાર ચાલક અક્ષય સુથારને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. બાપોદ પોલીસે આરોપી અક્ષય સુથાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.