- જેજેરામ ગોંડલીયા બનાવતો હતો બનાવટી દૂધ
- પોલીસે દૂધના સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી
- પોલીસે દરોડા પાડી બનાવટી દૂધનો જથ્થો ઝડપ્યો
રાજ્યમાં તહેવારો સાથે નકલી મિઠાઈથી લઈ વિવિધ ચીજવસ્તુઓના જથ્થા પર આરોગ્ય અને ફૂડ વિભાગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બુબાવાવ ગામમાંથી બનાવટી દૂધનો જથ્થો બોટાદ લોકલ ક્રાઇમ બ્રાંચ પકડી પાડ્યો છે.
પોલીસ દ્વારા તપાસ દરમિયાન 91,520 નો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ 400 લીટર આજુબાજુ ડુપ્લીકેટ દૂધનો જથ્થો પણ ઝડપી પાડીને સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. ખાસ કરીને તહેવારોની આ સીઝનમાં દૂધ અને દૂધની બનાવટોનો નકલી કારોબાર ચાલતો જોવા મળે છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે.
આ અંગે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બુબાવાવ ગામની સીમમાંથી લોકલ ક્રાઇમ બ્રાંચે બનાવટી દૂધનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે કુલ 91,520નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ 400 લિટર ડુબ્લિકેટ દૂધનો જથ્થો પણ ઝડપી પાડ્યો હતો. હાલ દૂધનાં સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તે કેવી રીતે દૂઘની ભેળસેળ કરતો હતો, દૂધમાં શું-શું વસ્તુ ભેળવતો એનો ડેમો કરાવ્યો હતો.
બોટાદ LCB PI ટી.એસ.રીઝવી તથા LCB સ્ટાફ દ્વારા મળેલી બાતમીના આધારે જેજેરામ સંતરામભાઇ ગોંડલિયા ત્યાં રેડ કરતાં ભેળસેળયુક્ત બનાવટી દૂધ બનાવતા મળી આવ્યો હતો, જેથી પોલીસે મામલતદાર રાણપુર તથા ડેઝિગ્નેટેડ ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમનતંત્ર, ભાવનગરને જાણ કરી તેમને સ્થળ પર બોલાવી જરૂરી સેમ્પલના નમૂનાઓ લેવડાવી તપાસણી અર્થે મોકલી આપવામાં આવ્યાં હતાં. પોલીસે કુલ રૂ.91,520નો મુદ્દામાલ જપ્ત કરી જેજેરામ ગોંડલિયા વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી.