- કામગીરી સોંપાયા પછી બે વર્ષમાં બ્રિજ તૈયાર થશે : બે વર્ષ સુધી વાહનચાલકોને હાલાકી
- લંબાઈ 652 મીટર, પહોળાઈ 17 મીટર : બ્રિજ તૈયાર થયા પછી 1.5 લાખ લોકોને લાભ
- ફ્લાયઓવરની કામગીરી સોંપવામાં આવ્યા પછી કામગીરી પૂરી કરવા માટેની મુદત બે વર્ષની રહેશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પિૃમ ઝોનમાં પાંજરાપોળ જંક્શન ખાતે રૂ. 73.95 કરોડના ખર્ચે ફોર લેન (2ઠ2) ફ્લાયઓવર બનાવવાની કવાયત હાથ ધરવામા આવી છે. આંબાવાડીથી IIM, વસ્ત્રાપુર તરફ જતા રોડ પર તૈયાર થનારા પાંજરાપોળ ફ્લાયઓવરની લંબાઈ 652 મીટર અને પહોળાઈ 17 મીટર રાખવામાં આવશે. આ ફ્લાયઓવરની કામગીરી સોંપવામાં આવ્યા પછી તેની કામગીરી પૂરી કરવા માટેની મુદત બે વર્ષની રહેશે. આમ, પાંજરાપોળ ખાતે ફ્લાયઓવર બનાવવાની કામગીરી પૂરી થાય ત્યાં સુધી એટલેકે બે વર્ષ કરતાં વધુ સમય સુધી વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. આ ફ્લાયઓવર તૈયાર થઈ ગયા પછી અંદાજ દોઢ લાખ જેટલા વાહનચાલકોને લાભ થશે અને તેમનો સમય, ઈંધણની બચત થશે. આ ફ્લાયઓવર તૈયાર થઈ ગયા પછી આંબાવાડીથી IIM, વસ્ત્રાપુર તેમજ નહેરૂનગરથી ગુજરાત યુનિવર્સિટી વાહનોની અવર જવર કરવામાં વાહનચાલકોને વધુ સરળતા રહેશે.
છસ્ઝ્ર દ્વારા અમદાવાદમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના પ્રયાસરૂપે ટ્રાફિક જંક્શન પર ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજ બનાવવામાં આવે છે. શહેરના પિૃમ ઝોનમાં આવેલા પાંજરાપોળ ખાતે રૂ. 73.95 કરોડના ખર્ચે ફોર લેન ફ્લાયઓવર બનાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ ફ્લાયઓવરમાં પાંજરાપોળ જંક્શન ખાતે 40 મી. લંબાઈના ઓબ્લિગેટરી સ્પાનમાં સ્ટીલકમ્પોઝીટ ગર્ડ ટાઈન સુપર સ્ટ્રક્ચરનો સમાવેશ કરાશે અને વ્હીકલની મુવમેન્ટમાં સરળતા રહે તે હેતુસર દર બે સ્પાન ખાતે 1 ડેક કન્ટિન્યુઈટી એક્સ્પાન્શન જોઈન્ટનો સમાવેશ કરાશે.
ડિસેમ્બર- જાન્યુઆરીમાંથી કામગીરીનો પ્રારંભ થશે
આંબાવાડીથી IIM, વસ્ત્રાપુર તરફ જતા રોડ પર પાંજરાપોળ જંક્શન ખાતે ઓવરબ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રોસેસ હાલ ચાલી રહી છે અને ટેન્ડર મંજૂર થયા પછી કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપવામાં આવ્યા પછી પાંજરાપોળ ખાતે ફ્લાયઓવર બનશે. આ ફ્લાયઓવર બનાવવાની કામગીરી ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીમાં શરૂ કરવામાં આવે તેવી શક્યતા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.