- 6 આરોપીઓને LCBએ બે દેશી બંદુક સાથે ઝડપ્યા
- છ મોબાઈલ ફોન અને ગન પાઉડર સહિતનો મુદ્દામાલ જપ્ત
- હાઈવે પર વાહનચાલકોને હથિયાર બતાવી લૂંટતા હતા
સુરેન્દ્રનગરમાં મહિલા બની લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ છે. જેમાં 6 આરોપીઓને LCBએ બે દેશી બંદુક સાથે ઝડપ્યા છે. તેમાં છ મોબાઈલ ફોન અને ગન પાઉડર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં હાઈવે પર વાહનચાલકોને હથિયાર બતાવી લૂંટતા હતા. તેમાં જિલ્લામાં પાંચ જગ્યાએ લૂંટ ચલાવી હતી. તથા અન્ય જિલ્લાઓમાં પણ લૂંટના ગુના આચર્યા હતા.
2 દેશી બંદૂક, 4 છરા, 6 મોબાઇલ, ગન પાવડર સહીતનો મુદામાલ કબ્જે
હાઇવે પર મહીલાનો વેશ ધારણ કરીને લૂંટને અંજામ આપતી ગેંગ એલસીબીએ ઝડપી પાડી છે. જેમાં અજાણી મોટી ગાડી તથા નાના વાહનોને રોકીને હથિયાર બતાવી લૂંટને અંજામ આપતા હતાં. 6 આરોપી પોલીસે ઝડપી પાડયા છે. તેમાં 2 દેશી બંદૂક, 4 છરા, 6 મોબાઇલ, ગન પાવડર સહીતનો મુદામાલ કબ્જે કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 5 જગ્યાએ લૂંટને અંજામ આપ્યો હતો. તથા 2001 થી અમુક આરોપીઓ સંડોવાયેલા હતા. સુરેન્દ્રનગર જિલ્લા સિવાય અન્ય જીલ્લાઓ માં પણ આ ગેંગના સભ્યોએ લૂંટના ગુના આચર્યા હતા.
ફેકટરીઓમાં ચોરી કરનાર ચડ્ડી બનિયાન ગેંગના 5 શખ્શોને ઝડપી પાડ્યા
અગાઉ જિલ્લા પોલીસે અલગ અલગ 4 જિલ્લાની ફેકટરીઓમાં ચોરી કરનાર ચડ્ડી બનિયાન ગેંગના 5 શખ્શોને ઝડપી પાડ્યા હતા. જેમાં સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, રાજકોટ સહિતના જીલ્લાઓની 58 જેટલી ફેકટરીમાં થયેલા ચોરીનો ભેદ ઉકેલાયો હતો. તેમજ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચડ્ડી-બનિયાન ધારી ગુના આચરતી ટોળકીને નાથવા માટે પોલીસ તંત્રએ કમર કસી અલગ અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ ગેંગને ઝડપી લેવા CCTV ફૂટેજ અને નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ પર તપાસ કેન્દ્રીત કરી અસંખ્ય CCTV ફૂટેજ ચકાસ્યા હતાં. જેના આધારે સુરેન્દ્રનગર પોલીસને મહત્વની સફળતા મળી હતી.
ચડ્ડી બનિયાનધારી ગેંગ પોતાની સાથે પથ્થરોની થેલી ભરી લેતા
જેમાં દિવસે મજૂરી કામ કરતાં અને રાત્રે સંગઠિત થઈને ચોરીના ગુનાને અંજામ આપતી ચડ્ડી બનિયાન ધારી ગેંગ સુરેન્દ્રનગરમાં છુપાઈ હોવાની બાતમીના આધારે પોલીસે ધોળીધજા ડેમ પાસેથી મૂળ દાહોદના વતની સોબન મોજીભાઈ બારીયા (ઉ.30), મંદુ ઉર્ફે વિરસીંગ ભાવસીંગ પલાસ (ઉ.45), પપ્પુ ભાવસીંગ પલાસ (ઉ.30), ગજાનન માનસીંગ બારીયા (ઉ.26) અને મુકેશ મલસીંગ રાઠોડ (ઉ.32)ની ધરપકડ કરી છે. પોલીસે ચડ્ડી બનિયાન ધારી ગેંગ પાસેથી 2.20 લાખની રોકડ ત્રણ મોબાઈલ ફોન મળી કુલ 2,35,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની આકરી પૂછપરછમાં ચડ્ડી બનિયાનધારી ગેંગે રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબી જિલ્લામાં 58 સ્થળે ચોરી કર્યાની કબૂલાત આપી હતી. ચોરી કરવા જતી વખતે તમામ આરોપીઓ શર્ટ કાઢી માથે બાંધી દેતા હતાં અને પેન્ટ કાઢી કેડે બાંધી દઈ ચોરીના ગુનાને અંજામ આપતાં હતાં. એટલું જ નહીં કોઈ જાગી જાય તો તેનો પ્રતિકાર કરવા માટે ચડ્ડી બનિયાનધારી ગેંગ પોતાની સાથે પથ્થરોની થેલી ભરી લેતા હતાં.