- સામસામે પથ્થરમારાની ઘટના અનેક લોકો ઇજાગ્રસ્ત
- ડાકોર, ઠાસરા અને સેવાલિયાનો પોલીસ કાફ્લો ઘટનાસ્થળે તહેનાત
- સેવાલિયા પોલીસ મથકે યાસીનમિયા અબ્દુલગની મિયામલેક દ્વારા ફરીયાદ
ગળતેશ્વર તાલુકાના પડાલ ગામમાં ગુરુવારના રોજ ઘર પાસેના રસ્તા ઉપરથી ન જવા બાબતે ઠપકો આપતા બોલાચાલીએ ઝગડાનું રૂપ ધારણ કરતાં પડાલ ગામે મલેક અને શેખ કોમના વ્યક્તિઓ સામસામે આવી ગયા હતા. એકબીજા વચ્ચે મારામારી અને પથ્થરમારાની ઘટના થવા પામી હતી.
આ અંગે સેવાલિયા પોલીસ મથકે યાસીનમિયા અબ્દુલગની મિયામલેક દ્વારા ફરીયાદ કરતા સેવાલિયા પોલીસે ગફુરમીયા ઈબ્રાહીમ મિયા શેખ તથા સાદત ભાઈ મહંમદભાઈ શેખ સામે ફરીયાદ નોંધાવી હતી. યાસીન મિયા દ્વારા કુલ 19 ઈસમો વિરુદ્ધ ફરીયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે, સેવાલિયા પોલીસ દ્વારા બન્ને પક્ષે ફરીયાદ નોંધીને રાયોટિંગનો ગુનો દાખલ કરી બન્ને પક્ષે ફરીયાદ નોંધી હતી
યાસીન મિયા મલેકે ફરીયાદ જણાવ્યુંકે બાજુના ફ્ળિયામાં રહેતા ઝહીરભાઈનો દીકરો રાજા આજથી પંદર દિવસ પહેલા અમારા ઘર પાસેથી પસાર થતાં ઠપકો આપ્યો હતો જેથી ઝહિરભાઈ ગફુરભાઈ શેખ સાથે બોલાચાલી થતા મામલો બીચકયો હતો અને સામસામે આવી જતા ઝઘડા થયો હતો. સેવાલિયા પોલીસે બન્ને પક્ષે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે, જેમાં એકપક્ષે 19 ઈસમો વિરૂધ્ધ તો બીજા પક્ષે 26 ઈસમો વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.
આ લખાય છે ત્યાં સુધી કોઈપણ પક્ષ ના આરોપીઓની પોલીસે ધરપકડ કરી નથી.


