By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: રૂ.૧૦ લાખથી વધુ સોનાની ખરીદી પર પાન, આધારકાર્ડ અને આવકનું પ્રમાણપત્ર ફરજીયાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રૂ.૧૦ લાખથી વધુ સોનાની ખરીદી પર પાન, આધારકાર્ડ અને આવકનું પ્રમાણપત્ર ફરજીયાત

Editor
Last updated: 2026/04/04 at 4:07 PM
4 months ago
Share
રૂ.૧૦ લાખથી વધુ સોનાની ખરીદી પર પાન, આધારકાર્ડ અને આવકનું પ્રમાણપત્ર ફરજીયાત
SHARE

 સોનાની ખરીદીના નિયમમાં કરાયો ફેરફાર

રૂ.૧૦ લાખથી વધુ સોનાની ખરીદી પર પાન, આધારકાર્ડ અને આવકનું પ્રમાણપત્ર ફરજીયાત

બે લાખ રૂપિયાથી વધુની ચુકવણી રોકડથી કરી શકાશે નહી, પાન કાર્ડ ફરજીયાત

 હવે સોનાના દાગીના પર પરના HUID નંબરનો બીજી વખત ઉપયોગ કરી શકાશે નહી

 હોલમાર્કિંગના ખોટા ઉપયોગને રોકવા અને સોનાની શુધ્ધતા, પ્રમાણિકતા સુનિશ્ચિત કરવા કડક નિયમ લાગુ કરાશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

હોલ માર્કિંગના ખોટા ઉપયોગને રોકવા માટે સરકાર દ્વારા સોનાની ખરીદીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે બે લાખ રૂપિયાથી વધુની ખરીદી પર પાન કાર્ડ ફરજીયાત કરાયું છે અને બે લાખથી વધુની ચુકવણી રોકડમાં કરી શકાશે નહી તેમજ ૧૦ લાખથી વધુની ખરીદી પર પાનકાર્ડ, આધારકાર્ડ અને આવકનું પ્રમાણપત્ર આપવુ પડશે.

ભારતમાં સોનું વર્ષોથી રોકાણનું એક સુરક્ષિત માધ્યામ રહ્યું છે. આ ઉપરાંત લગ્ન જેવા પ્રસંગોમાં પણ સોનાની ખુબ ખરીદી કરવામાં આવે છે. જોકે, હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સોનાના ભાવમાં વધુ વધઘટ જોવા મળી રહી છે. તો બીજી તરફ હવે સરકાર સોનાની ખરીદી સાથે જોડાયેલા નિયમોને વધુ કડક બનાવવા જઈ રહી છે.

હોલમાર્કિંગના ખોટા ઉપયોગને રોકવા અને સોનાની શુદ્ધતા તેમજ પ્રમાણિકતા સુનિશ્ચિત કરવા માટે દેશમાં ગોલ્ડ ટેગિંગના કડક નિયમો લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. આ નિયમો હેઠળ, સરકારે સોનાની દરેક વસ્તુ માટે HUID કોડનો ઉપયોગ ફરજિયાત બનાવ્યો છે. ગ્રાહકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ માત્ર એવી જ જ્વેલરી ખરીદે જેના પર 6-અંકનો Hallmark Unique Identification (HUID) કોડ હોય. આ કોડને ‘BIS CARE’ એપ દ્વારા વેરિફાય પણ કરી શકાય છે, જે નકલી દાગીના વેચતા અટકાવવામાં મદદ કરશે.

હોલમાર્કિંગ એ પ્રમાણપત્રની પ્રક્રિયા છે જે સોનાના દાગીનાની શુદ્ધતાની પુષ્ટિ કરે છે. ભારતમાં, તેને ભારતીય માનક બ્યુરો (BIS) દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. સાચું હોલમાર્કિંગ ખરીદદારોને છેતરાતા બચાવે છે અને જ્વેલરી ક્ષેત્રે થતી છેતરપિંડી રોકે છે. સોના પર હોલમાર્ક હોવો ફરજિયાત હોવા છતાં, કેટલાક જ્વેલર્સ ઓછા કેરેટનું સોનું વેચતા અથવા BIS ચિહ્નોનો દુરુપયોગ કરતા જોવા મળ્યા છે, જેના કારણે હવે સિસ્ટમને વધુ મજબૂત બનાવવાની જરૂર પડી છે.

સરકારના નવા નિયમો અનુસાર, હવે સોનાના દાગીના પરના HUID નંબરનો બીજી વખત ઉપયોગ કરી શકાશે નહીં. એટલે કે, જો કોઈ વીંટી, ચેન કે હાર માટે એકવાર 6-અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ (જેમ કે A2B1C4) વપરાઈ ગયો હોય, તો તેનો ઉપયોગ બીજા કોઈ પણ ઘરેણા માટે કરી શકાશે નહીં. એકવાર જે ઘરેણા માટે કોડ ફાળવવામાં આવશે, તે હંમેશા માટે તે જ ઘરેણાનો રહેશે.

 

 

આ મેટર મેઇન મેટરની અંદર અલગથી લેવી સાથે બે બોકસ છે

સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ક્રમશ રૂ.૧૨૦૦૦, ૪૦૦૦૦ સસ્તી થઇ ધાતુ

 

ઈરાન અને ઈઝરાયેલ અમેરિકા વચ્ચે જે રીતે યુદ્ધ ચાલુ છે તે યુદ્ધને વધુ ભડકાવે તેવા સંકેતો મળી રહ્યા છે. આ બધા વચ્ચે સોના અને ચાંદીના ભાવ પણ આશ્ચર્યજનક રીતે વધવાની જગ્યાએ ઘટતા જોવા મળે છે. સતત ઉતાર ચડાવ વચ્ચે જ્યારથી યુદ્ધ શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધી સોનામાં 12000 અને ચાંદીમાં લગભગ 40000 રૂપિયા પ્રતિ કિલો ઘટી ચૂક્યા છે. યુદ્ધની સ્થિતિમાં સામાન્ય રીતે સુરક્ષિત રોકાણનો ભાવ વધતો હોય છે પરંતુ સોનું અને ચાંદી જે રીતે ઉતાર ચડાવમાં છે તે એક્સપર્ટ્સને ચોંકાવી રહ્યા છે. યુદ્ધ શરૂ થયું ત્યારથી લઈન અત્યાર સુધી સોના ચાંદીમાં કેટલો ઉતાર ચડાવ રહ્યો તે ખાસ જાણો.

અમેરિકા અને ઈઝરાયેલે 28મી ફેબ્રુઆરીથી ઈરાન પર ભીષણ હુમલા શરૂ કર્યા હતા. ત્યારથી યુદ્ધ શરૂ થયું જે દિવસેને દિવસે ભીષણ થતું ગયું. જ્વેલર્સ એસોસિએશન IBJAના રેટ્સ જોઈએ તો 27 ફેબ્રુઆરીના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનું 159097 રૂપિયા ભાવ પર બંધ થયેલું જોવા મળ્યું હતું. જ્યારે ગઈ કાલે એટલે કે 2 એપ્રિલના રોજ સોનું 146608 રૂપિયા પર બંધ થયું. એ રીતે જોઈએ તો યુદ્ધ શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધીમાં સોનું 12489 રૂપિયા જેટલું તૂટ્યું છે.

એ જ રીતે જો ચાંદીની વાત કરીએ તો 27 ફેબ્રુઆરીએ એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 267900 રૂપિયા જોવા મળ્યો હતો જયારે 2 એપ્રિલના રોજ ચાંદી 227813 પર બંધ થઈ. એટલે કે યુદ્ધ શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધીમાં ચાંદીમાં 40087 સુધીનો ઘટાડો થઈ ચૂક્યો છે. અત્રે નોંધનીય છે કે IBJA શનિવારે અને રવિવારે તથા જાહેર રજાઓ પર ભાવ જાહેર કરતું નથી. તેના ભાવમાં જીએસટી અને મેકિંગ ચાર્જ સામેલ હોતા નથી.

 

યુદ્ધ જેવી સ્થિતિઓમાં વધતા હોય છે ભાવ!
સામાન્ય રીતે જોઈએ તો વૈશ્વિક ઉથલપાથલ, યુદ્ધ જેવી સ્થિતિ હોય ત્યારે સુરક્ષિત રોકાણ તરીકે સોના અને ચાંદીના ભાવ વધતા હોય છે. પરંતુ જે રીતે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ બાદ કિંમતી ધાતુઓ ગગડી છે તેણે બધાને ચોંકાવી દીધા છે ઓસ્ટ્રેલિયા-ટ્રેડિંગ ડોટ કોમના સીઈઓ પીટર મેકગાયરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવના ભડકા વચ્ચે સૌથી ચોંકાવનારી ચાલ કિંમતી ધાતુઓમાં જોવા મળી છે. સોનું જે 5400 ડોલર નજીક પહોંચી ગયું હતું તે અચાનક ઝડપથી ગગડ્યું. ચાંદી પણ લગભગ 121 ડોલર પ્રતિ ઔંસથી ગગડી. સોનું ત્યારબાદ તો 4720 ડોલર અને ચાંદી લગભગ 73 ડોલર સુધી પહોંચી ગઈ.

 

ભાવ ઘટાડાના કારણો

  • અમેરિકી 10 વર્ષીય બોન્ડ યીલ્ડ વધીને 4.36 ટકા નજીક પહોંચ્યો. જેના કારણે રોકાણકારોએ પોતાના પૈસા નિશ્ચિત આવકવાળી સંપત્તિઓ પર લગાવી.
  • ક્રૂડ ઓઈલ અને ગેસ ફ્યૂચર્સમાં મોટો દાવ લગાવનારા વેપારીઓએ પોતાનું ધ્યાન અને મૂડી આ તેજીવાળી પોઝીશનોમાં લગાવી.
  • શેર બજારોની નબળાઈએ પણ સોના અને ચાંદીના ભાવ પર દબાણ નાખ્યું. કારણ કે માર્જિન કોલનો સામનો કરતા ઘણા રોકાણકારોએ બીજી જગ્યાએ નુકસાન ભરપાઈ કરવા માટે સોનું ચાંદી જેવી કિંમતી ધાતુઓ વેચવી પડી.
  • આ ઉપરાંત મજબૂત ડોલરે પણ કિંમતી ધાતુઓ પર નકારાત્મક અસર પાડી અને ભાવ ઘટ્યા.

જો કે મેકગાયરનું માનવું છે કે એપ્રિલથી મે વચ્ચે જ્યારે એનર્જી અને શેરોનો શરૂઆતી ઉત્સાહની અસર ઘટશે અને સુરક્ષિત રોકાણ જેમ કે સોનું અને ચાંદીની માંગ ફરીથી વધશે ત્યારે ભાવ ફરીથી વધી શકે છે.

 

 

You Might Also Like

રાજકોટમાં અખાદ્ય એનાલોગ પનીર-ચીઝનો કારોબાર ઝડપાયો

ભાવનગર રોડની આંગડિયા પેઢીમાં રૂ.19 લાખની લૂંટનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો

ટ્રાન્સપોર્ટનગર પાસે ટ્રકમાંથી રૂ.9.77 લાખનો દારૂ ઝડપાયો

કોઠારિયા સોલ્વન્ટ નજીક 12 હજાર જીલેટીન સ્ટીકનો જથ્થો ઝડપાયો

વોર્ડ નં.14 ના ઘેઘુર વૃક્ષોનું નિકંદન ન કાઢવાનો મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સૌરાષ્ટ્ર-કચ્છના 355 ગામોમાં ગીરગંગા ટ્રસ્ટ દ્વારા જળસંચયના ભગીરથ કાર્યોનો ધમધમાટ
રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છના 355 ગામોમાં ગીરગંગા ટ્રસ્ટ દ્વારા જળસંચયના ભગીરથ કાર્યોનો ધમધમાટ

Editor By Editor 3 days ago
સરગમ કલબ અને ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા દિવ્યાંગો માટે જયપુર ફૂટ કેમ્પ યોજાયો
રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરનાર જિલ્લાઓની ગ્રાન્ટમાં વધારો કરાયો
રાજકોટને હાઈકોર્ટની બેંચ આપવા સાંસદ-ધારાસભ્ય સમક્ષ વકિલોની ધા
રાજકોટ સહિત રાજયની ૭૦.૮ ટકા શાળાઓ પાસે લેબોરેટરી જ નથી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?