- લીંબડી નજીક હાઇવે પર હીટ એન્ડ રન
- અજાણ્યા વાહને પદયાત્રીને અડફેટે લેતા મોત
- અકસ્માત બાદ વાહનચાલક ફરાર થયો
સુરેન્દ્રનગર હાઇવે પર હીટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં લીંબડી નજીક હાઇવે પર હીટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા વાહને પદયાત્રીને અડફેટે લેતા મોત થયુ છે. તેમજ અકસ્માત બાદ વાહનચાલક સ્થળ પરથી ફરાર થયો છે. પગપાળા યાત્રીઓનો સંઘ દ્વારકા જઇ રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. લીંબડી નેશનલ હાઈવે પર વહેલી સવારે પદયાત્રીને અજાણ્યા વાહને અડફેટે લેતા મોત નિપજ્યુ છે. જેમાં લીંબડી રાજકોટ નેશનલ હાઇવે ઉપર આ અકસ્માત સર્જાયો છે. જેમાં લીંબડી નજીક બોડીયા અને લીંબડી વચ્ચે અકસ્માત થતા અફરાતફરીનો માહોલ છવાયો હતો. અમદાવાદના વહેલાલથી દ્વારકા પગપાળા ચાલીને જતા સંઘના એક વ્યક્તિને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેમાં અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થયો છે.
અકસ્માત થતા હાઈવે ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો
મહત્વનું છે કે અકસ્માત થતા હાઈવે ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો, સંઘમાં જતા લોકો પર અજાણ્યા વાહને હાહાકાર મચાવ્યો હતો. જેમાં એક યાત્રીનું મોત થતા સંઘમાં શોકનો માહોલ છવાયો છે. આ રોડ પર વારંવાર અકસ્માતની ઘટના બને છે.


