- 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામમંદિરની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા યોજાશે
- રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને દેશભરમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
- રેતશિલ્પકાર અનિલ જોશી બનાવવામાં આવી રહ્યું છે રામમંદિરનું રેતશિલ્પ
અયોધ્યા ખાતે નવનિર્મિત રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે, દેશભરમાં પ્રાણપ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરેકે દરેક શહેર ગામમાં અનોખી રીતે શ્રી રામના આગમનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે, કચ્છ જિલ્લાના માંડવીના દરિયા કિનારે પણ રામમંદિરની આબેહૂબ પ્રતિકૃતિ સમાન રેતશિલ્પ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
કરછના માંડવી દરિયા કિનારે રામમંદિરનું ભવ્ય રેતશિલ્પ તૈયાર થઈ રહ્યું છે. ગુજરાતના જાણીતા રેતશિલ્પકાર અનિલ જોશી દ્વારા આ વિશાળ રેતશિલ્પ તૈયાર કરવામાં આવી રહ્યું છે. રામમંદિર પ્રતિષ્ઠાની પુર્વ સંધ્યાએ એક ખાસ કાર્યક્રમનું આયોજન કરીને આ રેતશિલ્પ ખુલ્લુ મૂકવામાં આવશે. માંડવીના દરિયા કિનારે ‘ધારાસભ્ય સુંદરકાંડ સંઘ્યા’નો અનોખો કાર્યક્રમ યોજીને ઘારાસભ્ય અનિરુદ્ધ દવે આ રેતશિલ્પને ખુલ્લું મુકશે.


