બીસીસીઆઇ વિશ્વની સૌથી અમીર ક્રિકેટ બોર્ડમાં સામેલ છે. બીસીસીઆઇ એટલે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, જે ક્રિકેટરોને પોતાની પ્રતિભા નિખારવાની તક આપે છે. બીસીસીઆઇ એ તમામ ક્રિકેટરની સહાય કરે છે જે સાવ સામાન્ય છે. તેમની પાછળ મહેમત કરે છે, મંચ આપે છે, જેના પર તે પોતાનુ ટેલેન્ટ જોવા માગે છે પરંતુ તેમની જ નાક નીચે જોરદાર ગડબડીનો ખુલાસો થયો છે. જે ઉભરતા ક્રિકેટરો માટે હેરાન કરનારો છે.
પુડુચેરીમાં છેતરપિંડીનો પર્દાફાશ થયો
પુડુચેરીમાં ખેલાડીઓની ટીમમા સામેલ કરાવવા માટે છેતરપિંડીની રમત ચાલી રહી છે. જે આવુ કરી રહ્યુ છે તે બીસીસીઆઇ અને ક્રિકેટ એસોસિએશન ઓફ પુડુચેરીના સમાંતર જ કામ કરી રહ્યુ છે. તેમના માટે બધી જ પૈસાની રમત છે. પૈસા માટે, તેઓ નકલી સરનામાં બનાવે છે અને પાત્રતા પ્રમાણપત્રો પણ આપે છે. એક રિપોર્ટ પ્રમાણે છેલ્લા ત્રણ મહિનામાં પુડુચેરીમાં રમતવીરોના 2,000 થી વધુ નોંધણી ફોર્મની સમીક્ષા કરવામાં આવી હતી.
1.2 લાખ રૂપિયામાં કરવામાં આવે છે કામ
રિપોર્ટમાં જણાવાયું છે કે બધી વિગતોની તપાસ અને સમીક્ષા કર્યા પછી, એક સુવ્યવસ્થિત ગેરકાયદેસર સિસ્ટમનો પર્દાફાશ થયો હતો. સ્થાનિક ક્રિકેટ એકેડેમીના કોચ જ નકલી દસ્તાવેજો પૂરા પાડે છે અને બીસીસીઆઇ દ્વારા બનાવવામાં આવેલા નિયમ જેમાં કોઈપણ ક્રિકેટ એસોસિએશનમાં જોડાવા માટે ખેલાડીઓએ ફરજિયાત એક વર્ષનો રહેઠાણનો કરાર પૂર્ણ કર્યા પછી સ્થાનિક ખેલાડી બનવું આવશ્યક છે. આ પણ છેતરપિંડીથી જકરવામાં આવે છે. તે બદલામાં ખેલાડીઓ પાસેથી ₹1.2 લાખ વસૂલવામાં આવે છે.
એક જ એડ્રેસ પર 17 ખેલાડીઓ રહેતા હોવાનો ખુલાસો
મળતી માહિતી પ્રમાણે આ છેતરપિંડીનો સૌથી મોટો પુરાવો એ છે કે અલગ અલગ ટીમમાંથી રમાનાર 17 લોકલ ક્રિકેટર મૂલાકુલમના મોતીનગરમાં જ એક જ આધાર એડ્રેસ પર રહે છે. જોકે ઘરના માલિક સાથે વાત કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે ભાડુ ન ચૂકવવાને કારણે ભાડૂતોને મહિનાઓ પહેલા રૂમ ખાલી કરવાની ફરજ પડી હતી. પુડુચેરીએ છેલ્લા ચાર વર્ષમાં 29 રણજી ટ્રોફી મેચ રમી છે. આશ્ચર્યજનક રીતે, ટીમમાં ફક્ત ચાર સ્થાનિક ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.


