- કાર્યક્રમમાં વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ પણ રહ્યા હાજર
- રાજકોટને નવો રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો
- ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત
આજ રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેખિત ગરબા પર વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડ ખાતે 1,20,000 ખેલૈયાઓએ એક સાથે ગરબા રમીને નવી વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. 5 લાખ સ્ક્વેર મીટર ગ્રાઉન્ડમાં 2 લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ પર ‘માડી’ ગરબા ગુંજી ઉઠયા હતા અને રેસકોર્સ ગ્રાઉન્ડમાં એક સાથે 1 લાખ 20 હજાર જેટલા ખેલૈયાઓ ગરબે રમ્યા હતા. આ તકે વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ પણ રાજકોટ ખાતે હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, વડોદરાના નામે 60 હજાર લોકોનો ગરબા રમવાનો રેકોર્ડ છે. આજે આ રેકોર્ડ રાજકોટમાં તૂટી ગયો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે વર્લ્ડ રેકોર્ડ સ્વીકાર્યો છે.
- વર્લ્ડ બુક ઓફ રેલોર્ડ – લંડન
- ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડ
- વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા
કાર્યક્રમની શરૂઆતમાં ગરબા પર સી.આર.પાટીલે સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પીએમ મોદીની ગરબો લખે, રાજકોટ ચેલેન્જ ઉપાડે એટલે આયોજન ફેઇલ ન જ જાય. ગરબા ને લઈને આજે રાજકોટ વિશ્વ રેકોર્ડ સ્થાપવા જઇ રહ્યો છે. નવરાત્રીનાં આયોજનમાં માતાજીની આપણે ભક્તિ કરીએ છીએ. આ નવરાત્રિમાં 9 દિવસ સુધી માત્ર લીંબુ પાણી ઉપર ઉપવાસ કરે છે. એ માતાજીની શક્તિ અને આશીર્વાદના કારણે છે. પહેલા 60 હજાર લોકોની રેકોર્ડ દેશમાં વડોદરા પાસે છે. પણ રાજકોટમાં તો આજે એક લાખ કરતા વધુ લોકો આવ્યા છે. શરદ પૂનમનો દિવસ હોય અને રાજકોટવાસીઓ અહી હાજર હોય તો પૂછવું જ શું. રેકોર્ડ નવો સ્થપાય જ…. વધુમાં સીઆર પાટિલે રાજકોટવાસીઓને એડવાન્સમાં અભિનંદન પણ પાઠવ્યા હતા.
સીઆર પાટિલે વધુમાં જણાવ્યું હતું કે, મને દિલ્હીમાં એક સાંસદે પૂછ્યું હતું કે, ગુજરાતમાં આટલી સમૃદ્ધિનું કારણ શું છે?” મેં કહ્યું હતું કે, ગુજરાતમાં નવરાત્રીમાં માતાજીની આરાધના અને ગરબો ગાય છે તેથી માતાજીએ પ્રસન્ન થઈને ગુજરાત આવવું પડે છે… માં અંબાના ગુજરાત પર આશીર્વાદ છે… આપણા પ્રધાનમંત્રી પણ નવરાત્રીમાં 9-9 દિવસ માત્ર લીંબુ પાણી પર ઉપવાસ કરે છે તે આપણા પ્રધાનમંત્રી છે.