- સીમમાં શિશુના રડવાનો અવાજ આવતા ખેત મજૂરે જાણ કરી
- ટીડીઓ અને પૂર્વ સરપંચે તુરત જ હોસ્પિટલ પહોંચીને શિશુની સારવાર શરૂ કરાવી
- તાજા જન્મેલા બાળકને ત્યજી દેનાર જનેતાની તપાસ શરૂ
ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી-બાઇસાબગઢ ગામની સીમમાં અવાવરૂ જગ્યાએ નાનું બાળક રડતુ હોય એવો અવાજ સંભળાતા વાડીઓમાં કામ કરતા એક મજૂરે ત્યાં જઇ તપાસ કરતા તાજુ જન્મેલુ શિશુ કાંટામાં મળી આવ્યુ હતુ. એથી વાડી માલિકને આ બાબતની જાણ કરતાની સાથે જ ગામના સરપંચ અને પુર્વ સરપંચ સહિતનાને જાણ થતા તાત્કાલિક આ ગંભીર બાબતની ધ્રાંગધ્રા તાલુકા વિકાસ અધિકારી કે.એસ.મહેશ્વરીને જાણ કરતા તેઓએ એમ્બ્યુલન્સ વાન મોકલી બાળકને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં પહોંચાડયુ હતુ. જ્યાં ટીડીઓ અને ગામના પુર્વ સરપંચ જીગ્નેશભાઇ પટેલએ પહોંચી સારવાર શરૂ કરાવી હતી. આ બાબતે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે આ તાજા જન્મેલા બાળકને ત્યજી દેનાર જનેતાની તપાસ શરૂ કરી છે. કોઇએ પોતાનુ પાપ છુપાવવા માટે તાજા જન્મેલા બાળકને અવાવરૂ સીમમાં ત્યજી દીધા હોવાનું મનાઇ રહયુ છે.


