રાજુલા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરાયું હતું. જેમા પીઆઇ આઇ.જે.ગીડાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મિટિંગ યોજવામા આવી હતી. આગામી દિવસોમા રમજાન ઇદ, રામનવમી તેમજ હનુમાન જયંતિ તહેવારને લઇને મિટિંગ યોજવામા આવી હતી. અને શાંતિપૂર્વક ઉજવણી કરવામા આવે તેવી પીઆઇ ગીડા દ્વારા અપીલ કરવામા આવી હતી. આ મીટીંગમાં પીએસઆઇ ચૌહાણ તેમજ હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો, વેપારીઓ મિત્રો, પત્રકારો હાજર રહ્યાં હતાં


