- કીર્તિસ્તંભ પાસે રોંગ સાઈડમાં બાઈક ચલાવી સર્જ્યો અકસ્માત
- ગર્ભવતી મહિલા પતિ સાથે જઈ રહી હતી SSG હોસ્પિટલ
- કર્મચારીએ અડફેટે લેતા દંપતી બાઈક પરથી નીચે પટકાયું
વડોદરામાં પોલીસ ડિપાર્ટમેન્ટનો કર્મચારી જ દારૂના નશામાં જોવા મળ્યો છે. નશામાં ધૂત કર્મચારીએ ગર્ભવતી મહિલાને અડફેટે લીધી છે. કીર્તિસ્તંભ પાસે રોંગ સાઈડમાં બાઈક ચલાવી અકસ્માત સર્જ્યો હતો. ગર્ભવતી મહિલા પતિ સાથે SSG હોસ્પિટલ જઈ રહી હતી.
ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે ખસેડાઈ
કર્મચારીએ અડફેટે લેતા દંપતી બાઈક પરથી નીચે પટકાયું છે. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે ખસેડાઈ છે. પોલીસ કર્મચારી નશામાં ધૂત હોવાનો મહિલાના પતિના આક્ષેપ છે. દારૂબંધીનો અમલ કરાવનાર પોલીસ ડિપાર્ટમેન્ટનો કર્મચારી જ દારૂના નશામાં હતો. કીર્તિસ્તંભ પાસે રોંગ સાઈડ બાઈક લઇ આવી ગર્ભવતી મહિલાને અડફેટમાં લીધી હતી. ગર્ભવતી મહિલા એસએસજી હોસ્પિટલમાં નર્સની તાલીમ માટે પ્લેસમેન્ટ થયું હતું. પતિ સાથે બાઈક પર એસએસજી હોસ્પિટલ જઈ રહ્યા હતા ત્યારે બનાવ બન્યો હતો.
પોલીસ કર્મચારીએ દવાખાને લઈ જવાની પણ તસ્દી લીધી નહી
દંપતી બાઈક સાથે રોડ પર પટકાયા છતાં પોલીસ કર્મચારીએ દવાખાને લઈ જવાની પણ તસ્દી લીધી નહી. શારીરિક રીતે ઘાયલ થયેલ ગર્ભવતી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડાઈ હતી. ગર્ભવતી મહિલા હિમાની બેનને ચાર મહિનાનો ગર્ભ છે. પોલીસ કર્મચારી નશામાં ધૂત હોવાનો મહિલાના પતિ ઝીમીભાઈનો આક્ષેપ છે. ઘટનાને પગલે સામાજિક કાર્યકર કમલેશ પરમાર પણ સ્થળ પર દોડી ગયા હતા. જેમાં પોલીસ વિભાગ પોલીસ કર્મચારી સામે ગુનો દાખલ કરે તેવી માંગ કરી હતી.