- વિશ્વકર્મા ભગવાનનો કેશર દૂધથી અભિષેક, પૂજા કરાઇ
- મહિલાઓના રાસ, ગરબાની વિશેષ રમઝટ બોલાવી
- આનંદ મેળો તથઆ ઈનમા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો
દાહોદ શહેરમાં પંચાલ સમાજ નવયુવક મંડળ દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતિ મહોત્સવ અંતર્ગત દાહોદ શહેરના શ્રી વિશ્વકર્મચા મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે દાહોદ શહેરમાં શ્રી વિશ્વ કર્મા ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા શહેરમાં નિર્ધારિત માર્ગો પર ફ્રી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના વયોવૃધ્ધથી લઈ બાળકો જેમ મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી ત્યારે શોભાયાત્રામાં મહિલાઓના રાશ, ગરબાએ વિશેષ રમઝટ બોલાવી હતી.
શ્રી વિશ્વ કર્મા જયંતિ મહોત્વ નિમિત્તે આજરોજ દાહોદ શહેરમાં ચેતના સોસાયટીમાં આવેલ શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું પંચાલ નવયુવક મંડળ, દાહોદ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તારીખ 21મી ફેબ્રુઆરીના રોજ પંચાલ સમાજની વાડી, ચેતના સોસાયટી, દાહોદ ખાતે આનંદ મેળો તથઆ ઈનમા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. પંચાલ સમાજના સૌ બાળકો તેમજ જ્ઞાતિબંધુઓને આનંદમેળામાં ખાણીપીણીના સ્ટોલ તેમજ આનંદ-પ્રમોદના સાધનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિશ્વકર્મા ભગવાનનો કેસર દુધથી અભિષેક, શ્રી વિશ્વકર્મા ભગવાનનું પૂજન, અલ્પાહાર, શ્રી વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રા દાહોદ શહેરમાં વાજતે ગાજતે કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા શ્રી વિશ્વકર્મા મંદિરથી નીકળી શહેરના વિવિધ માર્ગો પર ફ્રી હતી. શોભાયામાં સમાજના તમામ લોકો હાજર રહ્યાં હતાં ત્યારેશોભાયાત્રામાં મહિલાઓની રાશ, ગરબા મંડળીએ વિશેષ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું.


