ભારતીય વાયુસેના (IAF)ના ભવિષ્યના સુકાનીઓને આવકારતી કમ્બાઈન્ડ ગ્રેજ્યુએશન પરેડ (CGP) 13 ડિસેમ્બર, 2025ના રોજ એરફોર્સ એકેડમી (AFA), દંડીગલ ખાતે ભવ્યતાપૂર્વક યોજાઈ હતી. આ સમારોહ IAFની ફ્લાઇંગ અને ગ્રાઉન્ડ ડ્યુટી શાખાઓના ફ્લાઇટ કેડેટ્સની પ્રી-કમિશનિંગ તાલીમના સફળ સમાપ્તિનું પ્રતિક હતો. આ ઐતિહાસિક દિવસે 216મી કોર્સના કુલ 244 ફ્લાઇટ કેડેટ્સ, જેમાં 215 પુરુષ અને 29 મહિલા કેડેટ્સનો સમાવેશ થાય છે, તેમણે સફળતાપૂર્વક સ્નાતક પદ પ્રાપ્ત કર્યું હતું. પરેડના રિવ્યુઈંગ ઓફિસર (RO) તરીકે ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સ્નાતક થતા ફ્લાઇટ કેડેટ્સને રાષ્ટ્રપતિનું કમિશન પ્રદાન કર્યું હતું.


