- મીનાક્યાર ચેકપોસ્ટ પર વાહનચેકિંગ વેળા 66 કિ.ગ્રા ચાંદી જપ્ત
- ગરબાડા પોલીસે કુલ રૂા. 23.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
- ચાંદી દાહોદ ગળાવા માટે લઈ જવાતી હતી
ગરબાડાની મીનાકયાર ચેક પોસ્ટ પર મધ્યપ્રદેશના ભાબરાથી દાહોદ જતી ગાડીમાંથી બીલ વગરના 66.09 કિગ્રા ચાંદીના દાગીના મળી આવ્યા હતા. જે ચાંદીની કુલ કિ. રૂા.18,12,472 તથા ઇનોવા ગાડી કિ. રૂા.5,00,000 તથા થેલા નંગ-3 કિ. રૂા.150 મળી કુલ કી.રૂા.23,12,622નો મુદ્દામાલ કબજે કરતી ગરબાડા પોલીસ પકડાયેલ ચાંદી દાહોદ ગળાવા માટે લઈ જવાતી હતી એકની અટક કરી હતી.
નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી પંચમહાલ રેન્જ ગોધરા તથા પોલીસ અધિક્ષક ડૉ.રાજદિપસિંહ ઝાલા નાઓએ જીલ્લામાં પ્રોહીબીશનની હેરાફેરી થતી અટકાવવા તેમજ અન્ય અન્ય ગેરકાનૂની મુદ્દામાલની થતી હેરાફેરી અટકાવવા સુચના અને માર્ગદર્શન આપેલ તથા મદદનીશ પોલીસ અધિક્ષક કે.સિધ્ધાર્થ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.ખાંટ નાઓના માર્ગદર્શન હેઠળ ગરબાડા પીએસઆઇ જે.એલ.પટેલ તથા પોલીસ સ્ટાફ્ના માણસો મીનાક્યાર ચેક પોસ્ટ પર વાહન ચેકીંગમા હતા.
દરમિયાન મીનાયાર ચેક પોસ્ટ પર મધ્યપ્રદેશના ભાબરાથી દાહોદ તરફ્ જતી એકઇનોવા ગાડી પસાર થતાં તેનું ચેકિંગ કરતા તેમાંથી ચાંદીના અલગ-અલગ દાગીના મળી આવેલ તેમજ વધુ પૂછપરછ કરતા ચાંદી લઇ જનાર પલાસભાઇ સુધીરભાઇ જાતે જયસ્વાલ (ભાભરા મધ્યપ્રદેશ સોની મોહલ્લા તા.ભાભરા જિ.અલીરાજપુર)નાં હોવાનું જણાવ્યું હતું પકડાયેલ ચાંદી દાહોદ ગળાવા માટે લઈ જવાથી હતી અને મળી આવેલ મુદ્દામાલમાં ચાંદીના અલગ- અલગ દાગીના જેનુ વજન 66.09 કિ.ગ્રા. જેની કુલ કિ. રૂા.18,12,472 તથા ઇનોવા ગાડી કિ. રૂા.5,00,000 તથા થેલા નંગ-3 કિ. રૂા.150 મળી કુલ કી. રૂા.23,12,622નો મુદ્દામાલ. થયો હતો.આમ ગરબાડા પોલીસે મીનાક્યાર ચેક પોસ્ટ પરથી બિલ વગર ચાંદી લઇ જતા એક વ્યક્તિને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી છે.


