- વડોદરાના તાંદલજામાં લપસણી ખાતા આંગળી કપાઈ
- તાંદલજા વિસ્તારના તહુરા ગાર્ડનમાં બન્યો બનાવ
- લપસણીના કાણામાં આંગળી ફસાતા આંગળી કપાઈ
વડોદરાના તાંદલજામાં લપસણી ખાતા આંગળી કપાઈ છે. જેમાં તાંદલજા વિસ્તારના તહુરા ગાર્ડનમાં બનાવ બન્યો છે. તેમાં બગીચામાં લપસણી ખાતા બાળકની આંગળી કપાઈ ગઇ છે. લપસણીના કાણામાં આંગળી ફસાતા આંગળી કપાઈ હતી. જેમાં આંગળી ફરી નહીં જોડાયનું ડૉકટરે કહેતા પરિવાર ચિંતિત થયો હતો.
લપસણીના કાણામાં આંગળી ફસાતા આંગળી કપાઈ
તાંદલજા વિસ્તારના બગીચામાં લપસણી ખાતા ત્રણ વર્ષનો બાળક ભોગ બન્યો હતો. જેમાં લપસણીના કાણામાં આંગળી ફસાતા આંગળી કપાઈ હતી. ત્યારે ખાનગી હોસ્પિટલમાં લઈ જતા તબીબે હવે આંગળી નહીં જોડાયનું કહેતા પરિવાર પર આફત આવી હતી. બાળકના પિતા આરીફ પટેલ દરજીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
જાણો સમગ્ર ઘટના:
વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી મધુરમ સોસાયટીમાં રહેતા આરીફભાઇ પટેલ દરજી કામની નોકરી કરે છે. તેમના પત્ની અને 3 વર્ષના દીકરા સાથે રહે છે. આરીફ પટેલ તેમના દીકરા આશને લઈને તહુરા ગાર્ડનમાં ગયા હતા. જ્યાં લપસણી ખાતી વખતે તેમના દીકરાની આંગળી લપસણીના કાણાંમાં ફસાઇ ગઇ હતી અને તેથી દીકરાએ આંગળી ગુમાવી દીધી હતી. તહુરા ગાર્ડનમાં લપસણીમાં મોટું કાણું જોવા મળ્યું હતું.


