- ચીઝ, પાણીપુરીના પાણીના નમૂના ફેઈલ
- કપાસીયા તેલ, સીંગતેલના નમૂના સબસ્ટાન્ડર્ટ
- 6 દિવસમાં 136 શંકાસ્પદ ખાદ્ય પદાર્થના સેમ્પલ લેવાયા
અમદાવાદમાં તહેવારોને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. જેના માટે વિવિધ વિસ્તારોમાં સતત AMC ના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં દશેરા પહેલાં ઘણાં સ્થાનો પરથી તેલથી લઈ તમામ ખાદ્ય ચીજવસ્તુઓના ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. જેમાં અનેક જગ્યા પર કપાસીયા તેલ, સીંગતેલના નમૂના સબસ્ટાન્ડર્ટ મળ્યું છે.
આ અંગે AMC આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ સ્થાનો પર સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જેમાં અનેક જગ્યાએ ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થ ઝડપાયા છે. આ વચ્ચે 6 દિવસમાં 136 શંકાસ્પદ ખાદ્ય પદાર્થના સેમ્પલ લેવાયા છે. તેમાં કુલ 413 એકમોમાં AMC આરોગ્ય વિભાગે તપાસ કરી છે અને જેમાં 207 એકમોને આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી છે. આ માટે શંકાસ્પદ ફૂડ જણાતા AMC આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા.
આ દરમિયના AMC એ ચીઝ, પાણીપુરીના પાણીના નમૂના ફેઈલ સાબિત થયા છે. તેમજ કપાસીયા તેલ, સીંગતેલના નમૂના સબસ્ટાન્ડર્ટ પર નથી મળ્યા. જેમાં CTMના ઉમિયા મિલ્ક પ્રોડક્ટસનું ચીઝ ખાવા લાયક નથી રહ્યું તો વિરાટનગરમાં ટેસ્ટી ખમણમાં વપરાતું સીંગતેલ સબસ્ટાન્ડર્ટ મળ્યું છે. જ્યારે કપાસીયા તેલ પણ સબસ્ટાન્ડર્ટ થયા છે.
છેલ્લા 6 દિવસમાં મહત્વની કાર્યવાહી
નોંધનીય છેકે, 15 થી 20 ઓકટોબર સુધીના સમયમાં મીઠાઈ,માવા તથા બરફીના 23, ફાફડા-જલેબીના 14 ઉપરાંત મિલ્ક ફેટ બ્રેડ સ્પ્રેડ, બટર,ચીઝના એક-એક, ઘીના બે,ખાદ્યતેલના 17,નમકીનના 18 ઉપરાંત બેસનના ચાર તથા અન્ય 55 એમ કુલ મળીને 136 ખાદ્ય સેમ્પલ ફુડ વિભાગે તપાસ માટે લીધા હતા. 207 એકમને નોટિસ આપી હતી. જેની સાથે જ રુપિયા 1.38 લાખનો વહીવટી ચાર્જ વસુલ કર્યો હતો. 175 જેટલા ટોટલ પોલર કમ્પાઉન્ડ ટેસ્ટ તેલ માટે કરવામાં આવ્યા હતા.