- RTOની એચએસઆરપી વાળી નંબર પ્લેટો ઝડપાઇ
- 79 બનાવટી નંબર પ્લેટો સાથે શખ્સ ઝડપાયો હતો
- SOGએ ઇમામખા નામના શખ્સને ઝડપી પાડ્યો
મહેસાણામાંથી નકલી નંબર પ્લેટો વેચવાનું કૌભાંડ ઝડપાયુ છે. જેમાં RTO ની HRSP વાળી નંબર પ્લેટો ઝડપાઇ છે. જેમાં 79 બનાવટી નંબર પ્લેટો સાથે શખ્સ ઝડપાયો હતો. આજે SOG એ ઇમામખા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઈસમની ધરપકડ કરીને વધુ તાપસ હાથ ધરી છે. આ નંબર પ્લેટો કોને વહેંચતો હતો તે અંગેની વધુ તપાસ હાથ ધરાઈ છે.
પ્રમુખ એન્કલેવ માર્કેટમાં ગેલેક્સી આર્ટ નામની દુકાન
મળતી માહિતી અનુસાર, મહેસાણામાં ગેલેક્સી આર્ટ નામની દુકાનમાંથી નકલી નંબર પ્લેટો મળી આવી હતી. મહેસાણાના નાગલપુરમાંથી RTOની નકલી નંબર પ્લેટો પકડાઈ હતી. નાગલપુરમાં આવેલા પ્રમુખ એન્કલેવ માર્કેટમાં ગેલેક્સી આર્ટ નામની દુકાનમાંથી નકલી નંબર પ્લેટો ઝડપાઈ હતી.
SOG એ બનાવટી નંબર પ્લેટો વેચવાનું રેકેટ ઝડપી પાડ્યું
ઈમમાખા નામના શખસ પાસેથી RTO ની HRSP વાળી નકલી નંબર પ્લેટો ઝડપાઈ હતી. SOG એ બનાવટી નંબર પ્લેટો વેચવાનું રેકેટ ઝડપી પાડ્યું હતું. તેની પાસેથી કુલ 79 બનાવટી નંબર પ્લેટો ઝડપાઈ હતી. ઈમામકા પઠાન નામનો ઈસમ બનાવટી નંબર પ્લેટો સાથે મહેસાણા એસઓજીના હાથે ઝડપાઈ ગયો હતો.
મહેસાણા જિલ્લામાં પોલીસ વિભાગની સરળ અને સચોટ કામગીરી
મહેસાણા જિલ્લામાં પોલીસ વિભાગની સરળ અને સચોટ કામગીરીને લઈ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં કુલ 4,415 જેટલા નાના મોટા ગુનાઓની સંખ્યા નોંધાઈ છે. છેલ્લા બે વર્ષની સરખામણીએ વર્ષ 2022 કરતા 2023માં 25.25 ટકા વધુ ગુનાઓ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 58.20 ટકા ચોરીના ગુનાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
વર્ષ 2023માં કુલ 2,526 જેટલા ગુનાઓની સંખ્યા નોંધાઈ હતી
મહેસાણા જિલ્લા પોલીસ વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે વર્ષ 2022માં કુલ 1,888 જેટલા ગુનાઓ પાર્ટ – 1 થી પાંચમાં નોંધાયા હતા. જ્યારે વર્ષ 2023માં કુલ 2,526 જેટલા ગુનાઓની સંખ્યા નોંધાઈ હતી. જે જોતા છેલ્લા બે વર્ષમાં 25.25 ટકાના વધારા સાથે કુલ 4,414 જેટલા ગુનાઓ પોલીસના સરકારી ચોપડે નોંધાયા હતા. જેમાં છેલ્લા બે વર્ષમાં ચોરીના બનાવોનો રેસિયો 58.20 ટકા વધુ જોવા મળ્યો હતો. બે વર્ષમાં કુલ 986 જેટલા ચોરીના બનાવો સામે આવ્યા હતા.
જિલ્લામાં બે વર્ષ દરમિયાન દર વરસે 25 ઘરફોડ ચોરીના ગુના
જિલ્લામાં બે વર્ષ દરમિયાન દર વરસે 25 ઘરફોડ ચોરીના ગુના સામે રાત્રીના સમયે 240 જેટલા ચોરીના બનાવો નોંધાયા હતા. આ ઉપરાંત વિશ્વાસઘાત અને ઠગાઈ મામલે પણ પોલીસે ફ્રિયાદીઓને ન્યાય અપાવવા છેલ્લા બે વર્ષમાં 162 ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે લૂંટના બે વર્ષમાં કુલ 58 ગુનાઓ નોંધાયા હતા. આમ પોલીસ દ્વારા જેતે ગુનાહિત ઘટનાઓ સામે ફ્રિયાદ આધારે જરૂરી યોગ્ય કાર્યવાહી થાય અને ન્યાયિક તપાસ બાદ સાચા ફ્રિયાદીને ન્યાય મળે તેમજ દોષિત શખ્સો સામે કડક કાર્યવાહી થાય અને નિર્દોષ લોકો ખોટી રીતે ન ફ્સાય તે માટેના પ્રયાસો જોવા મળ્યા હતા.
ગુનાહિત કૃત્યોને ડામવા પોલીસે ફરિયાદો નોંધી કાર્યવાહી કરી
સામાન્ય રીતે કોઈ બનાવ કે ગંભીર ગુનાઓ બનતા હોય છે ત્યાં કેટલાક પોલીસ સૂત્રો પોતાના વિસ્તારમાં બનેલી ગુનાહિત ઘટનાઓ પર પડદો પાડતા હોય છે. જેને લઈ ગુનાહિત બનાવો સરકારી ચોપડે ન ચઢતા કોઈ ફ્રિયાદીને ન્યાય મળવાની આશા તૂટી જતી હોય છે.ત્યાં મહેસાણા પોલીસ દ્વારા છેલ્લા બે બર્ષમાં નોંધવામાં આવેલ વિવિધ ગુનાની સંખ્યામાં સતત 25.25 ટકા જેટલો વધારો નોંધાયો છે. જે ક્યાંકને ક્યાંક પોલીસની નિષ્ઠાપૂર્વકની કામગીરી થકી ફ્રિયાદીને ન્યાય અપાવવાના પ્રયાસ તરફ્ ઈશારો કરી રહી છે.


