અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાંથી એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. બાવળાના બલદાણા નજીક એક ડમ્પર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માતનો ભોગ બનેલો બાઇક સવાર યુવક ડૉક્ટરની પ્રેક્ટિસ કરતો હતો.
અકસ્માતમાં બાઇક સવાર યુવકનું ઘટનાસ્થળે મોત
યુવક ઝાંપથી નીકળીને કેરાળા તરફ જઈ રહ્યો હતો, ત્યારે બલદાણા અને અન્ય બે ગામડા વચ્ચેના રસ્તા પર તેનું બાઇક ડમ્પર સાથે અથડાયું હતું. આ અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇક સવાર યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.


