- હજામ ચોર વિસ્તારમાં અંધશ્રદ્ઘાનો ભોગ બની નાની બહેન
- નાની બહેનનું માથું દિવાલમાં અથડાવી હથિયારના ઘા ઝીંક્યા
- પરપ્રાંતિય ખેત મજૂરી કરતા એક પરિવારમાં આ બનાવ બન્યો
જામનગરના ધ્રોલમાં માનવ બલિ ચડાવનારની અટકાયત કરવામાં આવી છે. હજામ ચોર વિસ્તારમાં અંધશ્રદ્ઘાનો ભોગ નાની બહેન બની છે. જેમાં સગા ભાઈ-બહેને નાની બહેનની હત્યા કરી છે. ધાર્મિક વિધીના નામે ભાઈ-બહેને નાની બહેનની હત્યા કરી છે. જેમાં નાની બહેનનું માથું દિવાલમાં અથડાવી હથિયારના ઘા ઝીંક્યા હતા.
પરપ્રાંતિય ખેત મજૂરી કરતા એક પરિવારમાં આ બનાવ બન્યો
પરપ્રાંતિય ખેત મજૂરી કરતા એક પરિવારમાં આ બનાવ બન્યો હતો. હત્યા બાદ 24 કલાક સુધી મૃતદેહ ઓરડીમાં મુકી રાખ્યો હતો. ત્યારે પોલીસે હત્યારા ભાઈ બહેનની અટકાયત કરી છે. જામનગરના ધ્રોલમાં માનવ બલિની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જામનગર જિલ્લાના ધ્રોલના હજામ ચોર વિસ્તારમાં ભાઈ-બહેને નાની બહેનની હત્યા નીપજાવી છે. સગા ભાઈ- બહેને ધાર્મિક વિધિ માટે નાની બહેનની દીવાલમાં માથા ભટકાવી હથિયારના આડેધડ ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી છે.
વાડી માલિકે પોલીસને જાણ કરતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો
પરપ્રાંતિય ખેત મજૂરી કરતા એક પરિવારના સગા ભાઈ બહેનને નાની બહેનની હત્યાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર બનાવ ગઈકાલે સવારે બન્યો હતો. ત્યારબાદ 24 કલાક સુધી હત્યા કરાયેલો મૃતદેહ ઓરડીમાં મૂકી રાખ્યો હતો. જેમાં વાડી માલિકે પોલીસને જાણ કરતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો છે. હાલ પોલીસે બંને ભાઈ-બહેનની અટકાયત કરી છે.
દંપતીએ તાંત્રિકવિધિમાં બલિ ચડાવી હતી
અગાઉ રાજકોટના વિંછિયા તાલુકામાં દંપતીએ તાંત્રિકવિધિમાં પોતાની બલિ ચડાવવાની ઘટનાથી સમ્રગ પંથકમાં ચકચાર મચી હતી. જેમાં પોલીસે ઘટના સ્થળે કરેલી તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસે દાવો કર્યો હતો કે આ કોઈ માનવબલિ નથી પણ પતિ-પત્ની દ્વારા તાંત્રિકવિધિના નામે કરવામાં આવેલી આત્મહત્યા છે. ઘટના સ્થળે સુસાઈડ નોટપણ મળી આવી હતી. જેમાં કોઇના દબાણ કે કહેવાથી આત્મહત્યા કર્યુ હોવાનું કારણ સામે આવ્યું નથી.
બીજી તરફ પુરુષનું મસ્તક તેનાથી થોડે દૂર પડેલું જોવા મળ્યું હતું
વિંછિયા તાલુકામાં દંપતીએ વાડીમાં તાંત્રિકવિધિ કરી મસ્તક હવન કુંડમાં હોમી દેવાની હચમચાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. જેમા દંપતી છેલ્લાં 1 વર્ષથી વાડીમાં આવેલા શિવિલિંગ પૂજા કરતા હતા અને ત્યાં શનિવારે હવનકુંડની પાળી પર માચડો બનાવ્યો હતો. જેમાં લોખંડની ધારદાર પ્લેટો લગાવી હવનકુંડની પાળી પર માથું રાખી સુઈ ગયા હતા. રસ્સી ખેંચતા ધારદાર પ્લેટો પડતા મહિલાનું મસ્તક ધડથી અલગ થઈ હવનકુંડમાં પડ્યુ હતું. તો બીજી તરફ પુરુષનું મસ્તક તેનાથી થોડે દૂર પડેલું જોવા મળ્યું હતું.