- ભાજપ આગેવાન સહિત 5 લોકો સામે નામજોગ ફરિયાદ
- ભાજપના આગેવાન ધર્મેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ
- ધર્મેન્દ્રસિંહ ભાજપના મોટા નેતાનો અંગત માણસ હોવાની ચર્ચા
મોરબીમાં વઘાસીયા નકલી ટોલનાકાના કેસમાં ભાજપ આગેવાન સહિત 5 લોકો સામે નામજોગ ફરિયાદ થઇ છે. જેમાં ભાજપના આગેવાન ધર્મેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ થઇ છે. ધર્મેન્દ્રસિંહ ભાજપના મોટા નેતાનો અંગત માણસ હોવાની ચર્ચા છે. તેમજ સિદસર ધામના પ્રમુખના પુત્ર અમરીશ પટેલ સામે ફરિયાદ થઇ છે.
વાહનોને બળજબરીપૂર્વક નકલી ટોલનાકા તરફ મોકલતા
વાહનોને બળજબરીપૂર્વક નકલી ટોલનાકા તરફ મોકલતા હતા. વઘાસિયા ટોલના અધિકારીઓને આરોપીઓએ ધમકી આપી હતી. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કેસમાં વહીવટી તંત્ર અને પોલીસ તપાસ કરી રહી છે. તેમાં વહીવટી તંત્ર અને પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. તેમજ દોઢ વર્ષથી ચાલતા નકલી ટોલનાકા મુદ્દે અજાણ છે. નકલી ટોલનાકુ ચલાવનાર આરોપીઓને કોનું પીઠબળ હતું? હાઇવે ટોલબુથ ચલાવનાર કંપનીએ ફરિયાદ કરવાનું ટાળ્યું છે. તેમા કંપની શા માટે આરોપીઓ સામે ફરિયાદ ન નોંધાવી તે પણ પ્રશ્ન છે.
જગ્યા ભાડે આપી ત્યારે કૌભાંડ થશે તેવો અંદાજ ન હતો: ઉમિયા ધામના પ્રમુખ જેરામ પટેલ
કંપનીના અધિકારીઓ અને આરોપીની મિલીભગત હોવાની આશંકા છે. ત્યારે ઉમિયા ધામના પ્રમુખ જેરામ પટેલનું નિવેદન સામે આવ્યું છે કે જેરામભાઈ પટેલના પુત્ર અમરશી પટેલ સામે ફરિયાદ થઇ છે. નકલી ટોલનાકામાં બાબતે જેરામભાઈએ જણાવ્યું છે કે ફેક્ટરી અમારા પરિવારની છે. ફેક્ટરી કરારથી ભાડે આપેલી છે. ભાડે આપ્યા પછી શું કરતા હોય અમને ખ્યાલ નથી. અમે પોલીસને ભાડા કરાર પણ આપ્યા છે. 11 મહિનાના ભાડા કરાર પર હતો. થોડા સમય પહેલા જ ભાડા કરાર પૂર્ણ કરવા નોટીસ આપી હતી. અમરશીનો આમાં કોઈ ભાગ ન હતો. ભાડા કરાર અમરશી પટેલના નામથી નથી બનેલો. જગ્યા ભાડે આપી ત્યારે કૌભાંડ થશે તેવો અંદાજ ન હતો.


