- મૌલેશ ઉકાણી આવતા હોય તો જરૂર લઈ જઈએ: પાટીલ
- કડવા પાટીદાર સમાજના અગ્રણી મૌલેશેભાઇએ વાતને નકારી
- મારો રસ્તો દ્વારકાનો છે ગાંધીનગરનો નહીં: મૌલેશ ઉકાણી
રાજકોટ લોકસભાની ટિકિટ નવા ચહેરાને મળે તેવા સંકેત સામે આવ્યા છે. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું નિવેદન સામે આવ્યું છે. તેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું છે કે મૌલેશ ઉકાણી આવતા હોય તો જરૂર લઈ જઈએ.
કડવા પાટીદાર સમાજના અગ્રણી મૌલેશેભાઇએ વાતને નકારી
ઉલ્લેખનીય છે કે કડવા પાટીદાર સમાજના અગ્રણી મૌલેશેભાઇએ વાતને નકારી છે. જેમાં મૌલેશ ઉકાણીએ જણાવ્યું છે કે મારો રસ્તો દ્વારકાનો છે ગાંધીનગરનો નહીં. આજે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ રાજકોટમાં છે. જેમાં વિશ્વબંધુ રક્તદાન મહોત્સવમાં હાજરી આપી છે. ત્યારે કડવા પાટીદાર આગેવાન અને ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના જન્મદિવસ નિમિત્તે રક્તદાનના કાર્યક્રમમાં હાજરી આપી છે. તેમજ સી.આર.પાટીલે મૌલેશ ઉકાણીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી છે.
સમાજના અગ્રણી મૌલેશ ઉકાણીએ વાતનો છેદ ઉડાવ્યો
અગામી લોકસભા ચૂંટણીને લઈને ચર્ચા શરૂ થઇ છે. જેમાં શું આ વખતે રાજકોટ લોકસભાની ટીકીટ નવા ચહેરાને મળશે. તેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલનું નિવેદન સામે આવ્યું છે. સીઆર પાટિલે હળવી શૈલીમાં કહ્યું, એક ચર્ચા એવી છે કે મૌલેશભાઈને લોકસભામાં લઈ જવાના છે. મૌલેશભાઈ આવતા હોય તો જરૂર લઈ જઈએ. જો કે આ અંગે કડવા પાટીદાર સમાજના અગ્રણી મૌલેશ ઉકાણીએ વાતનો છેદ ઉડાવ્યો છે અને જણાવ્યું છે કે મારો રસ્તો દ્વારકાનો છે ગાંધીનગરનો નહિ.