- લોકો આ પર્વને બનાવી રહ્યા છે યાદગાર ઉત્સવ
- 40 ગ્રામ સોનામાંથી બનાવી રામ મંદિર વીંટી
- પ્રતિષ્ઠાના પર્વને યાદગાર બનાવવા વીંટી બનાવી
અયોધ્યા રામમદિરની પ્રતિષ્ઠાનો પર્વની તૈયારી સમગ્ર દેશમાં ચાલી રહી છે. તેમાં પણ ખાસ કરીને અનેરો ઉત્સાહ ગુજરાતીઓએ બતાવ્યો છે. ત્યારે સમાચાર મળી રહ્યાં છે કે, અમદાવાદના એક સોનીએ સોનાની વીંટીમાં રામ મંદિર બનાવ્યું છે.
સોનાની વીંટી પર રામ મંદિર બનાવ્યું
22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે અમદાવાદના લોકોમાં પણ આ પર્વને યાદગાર બનાવવીની હોડ લાગી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો તેમનો રામ પ્રત્યેનો પ્રેમ અલગ અલગ અંદાજમાં વ્યક્ત કરી રહ્યાં છે. અમદાવાદના એક સોનીએ સોનાની વીંટીમાં બનાવ્યું રામમંદિર છે.
40 ગ્રામ સોનાની વીંટી, 100 કલાક કામ કર્યુ
અમદાવાદના એક સોની એ 40 ગ્રામ સોનામાંથી રામમંદિર વાળી વીંટી બનાવી છે. આ સોનીએ સત્તત 100 કલાક સુધી કામ કરીને આ વીંટી બનાવી છે. તેણે રામ મંદિરના પ્રાણપ્રર્તિષ્ઠાનાં પર્વને યાદગાર બનાવવા વીંટી બનાવી છે. સોનીએ કહ્યુ કે, હું આખી જીંદગી આ વીંટીને રામ ભગવાનની પ્રસાદી સ્વરૂપે રાખીશ.
રાજન સોનીએ બનાવી વીંટી
અમદાવાદના સોની રાજનભાઈ એ રામમંદિર વાળી સોનાની વીંટી બનાવી હતી અને તેમને પ્રતિક્રિયા કરી હતી કે, કોઈએ નાગરું બનાવ્યું કોઈએ અગરબત્તી એટલે મેં વીંટી બનાવી. હુ પણ ભગવાન રામનો પરમ ભક્ત છું અને મારે પણ ભગવાન રામ માટે કંઈક કરવાની ઈચ્છા હતી જેથી મેં સોનાની વીંટી બનાવી છે. જય શ્રી રામ.


