- અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત
- ભારે જેમહત બાદ કાર ચાલકના મૃતદેહને બહાર કઢાયો
- મોડી રાત્રે અકસ્માતની બની હતી ઘટના
વલસાડના બગવાડા હાઈવે પર અકસ્માતમાં એકનું મોત થયુ છે. જેમાં બ્રિજના લોખંડની સાઈડ એંગલમાં કાર ઘુસી ગઇ છે. ત્યારે અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયુ છે. તેમજ ભારે જેમહત બાદ કાર ચાલકના મૃતદેહને બહાર કઢાયો છે. જેમાં કાર ચાલકનું માથુ ધડથી અલગ થઇ ગયુ હતુ.
મોડી રાત્રે અકસ્માતની ઘટના બની હતી
મોડી રાત્રે અકસ્માતની ઘટના બની હતી. ઘટનાને પગલે પારડી પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે વલસાડના બગવાડા હાઇવે પર વિચિત્ર અકસ્માત થયો છે. બ્રિજના લોખંડની સાઈડ એંગલ કારમાં ઘુસી જતા કાર ચાલકનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત થયુ છે. ભારે જેમહત બાદ કાર ચાલકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માત એટલો ખતરનાક થયો હતો કે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી છે.
પાટણના રાધનપુર- સમી હાઇવે પર અકસ્માતની ઘટના
પાટણના રાધનપુર- સમી હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં રાધનપુરના ચામુંડા મંદિર રોડ પાસે બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા થતા તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો. બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
અકસ્માતની અન્ય એક ઘટના જેતપુરમાં સામે આવી
અકસ્માતની અન્ય એક ઘટના જેતપુરમાં સામે આવી હતી. જેમાં જેતપુરના રબારીકા રોડ ઉપર કારખાનામાં આવેલ ટેન્કર નીચે બે વર્ષનો બાળક આવી જતા તેનું મોત થયું હતું. જે અંગે જાણ થતા પરિજનોમાં કાળો કલ્પાંત ફેલાયો હતો. બાદમાં મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ પીએમ અર્થ ખસેડાયો હતો. જ્યાં જેતપુર ઉદ્યોગ નગર પોલીસ ઘટના સ્થળ પહોંચી તપાસ હાથ ધરી હતી.