- જામનગરમાં લાલપુરના ગોવાણામાં બાળક બોરમાં પડ્યું
- વાડી વિસ્તારમાં ખુલ્લા બોરમાં ગરકાવ થયું બાળક
- ફાયર બ્રિગેડ અને 108 ની ટીમ ઘટના સ્થળે
રાજ્યમાં હજી થોડાં દિવસ પહેલાં જ ત્રણ વર્ષની બાળકીનું બોરવેલમાં પડી જવાના કારણે મોત થયું હતું. ત્યાં હવે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામે એક વાડીના બોરવેલમાં બે વર્ષનું બાળક રમતાં રમતાં પડી જતાં દોડધામ મચી છે. જેના માટે ફાયર અને 108 ની ટીમે બચાવની કામગીરી શરૂ કરી છે.
Live Update :
200 ફૂટ ઊંડા બોરવેલમાં બાળક જમીનથી 12 ફૂટ નીચે ફસાયેલું હોય રેસ્ક્યૂ ટીમ દ્વારા હાલ બાળક સુધી ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યું છે. તેમજ બોરવેલની બાજુમાં એક વિશાળ ખાડો ખોદવામાં આવી રહ્યો છે.જિલ્લા પોલીસવડા, ફાયર, મામલતદાર સહિતની ટીમો હાલ ઘટનાસ્થળ પર હાજર છે.
12 ફૂટે ફસાયેલા બાળકને બચાવવા માટે બાજુમાં 10 ફૂટ ખાડો ખોદવામાં સફળતા મળી છે. હાલમાં બચાવવાની કામગીરી ઝડપી બની રેસ્ક્યૂ કામગીરી માટે વડોદરાથી NDRF અને રાજકોટથી SDRFની એક એક ટીમ બનાવ સ્થળે પહોંચવા રવાના થઈ છે.
પરિસ્થિતિ અંગે જામનગર જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે અને નજર રાખી રહ્યા છે

બાળક જમીનથી 12 થી 15 ફૂટ નીચે ફસાયેલું હોય રેસ્ક્યૂ ટીમ દ્વારા હાલ બાળક સુધી ઓક્સિજન પહોંચાડી દેવામાં આવ્યું છે.
જમીનથી 15 ફૂટ નીચે બાળક બોરવેલમાં ફસાયું હોવાની માહિતી સામે આવી રહી છે. ફાયરની ટીમ દ્વારા હાલ બાળકને કૃત્રિમ રીતે ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. બોરમાંથી બાળકના રડવાનો અવાજ આવી રહ્યો છે. આ સાથે જ મામલતદાર અને સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. તેમજ તંત્ર દ્વારા NDRF અને રોબોટની મદદ લેવામાં આવી શકે છે.
કેવી રીતે બની ઘટના
જામનગરમાં ગોવાણા ગામે આવેલી રણમલભાઈ કરંગીયાની વાડીમાં નિલેશભાઈ દરરોજની માફક ખેતમજૂરી કરી રહ્યા હતા. તેમનો બે વર્ષીય પુત્ર રાજ વાડીમાં રમતા રમતા અચાનક વાડીમાં રહેલા ખુલ્લા બોરવેલમાં પડી ગયો હતો. જેની જાણ થતા જ તેના પિતા તુરંત બોરવેલ પાસે દોડી ગયા હતા અને આ બનાવ અંગે વાડી માલિકને જાણ કરી હતી. મંગળવારે સાંજે 6 વાગ્યાના અરસામાં બનેલા આ બનાવ અંગે બાદમાં તંત્રને જાણ કરવામાં આવતા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ ઘટના ગોવિંદભાઈ કરંગીયાની વાડીમાં બનાવ બન્યો છે તેની માહિતી સામે આવી છે. આ ઉપરાંત જામનગર શહેરથી ફાયર બ્રિગેડની ટીમ રવાના કરવામાં આવી છે.

આ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર, જામનગરના લાલપુર તાલુકાનું ગોવાણા ગામમાં આવેલી વાડી વિસ્તાર સીમમાં પરપ્રાંતીય મજૂરવાડી વિસ્તારમાં મજૂરીકામ કરતા હતા. ત્યારે મજૂરનું બાળક રમતાં રમતાં બોરવેલમાં પડી ગયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમને કરાતાં ટીમે ઘટનાસ્થળ પર પહોંચી રેસ્ક્યૂ- ઓપરેશન હાથ ધર્યું છે.
તેમજ હાલમાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તેમજ ગોવાણા ગામમાં જે ઘટના બની છે તેના માટે જામનગરની ફાયર બ્રિગેડ શાખાના બે સ્ટેશન ઓફિસર સહિતની ટીમ ગોવાણા ગામ ખાતે પહોંચી ચૂકી છે અને બાળકને બચાવ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.
1 મહિના પહેલાં દ્વારકામાં બની હતી ઘટના
નોંધનીય છેકે, દ્વારકા જિલ્લાના રાણ ગામમાં એક મહિના પહેલાં ત્રણ વર્ષની બાળકી બોરમાં પડી જતા મોત થયું હતું. બાળકી ફળિયામાં રમી રહી હતી આ દરમિયાન અકસ્માતે બાળકી 100 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી હોવાની ઘટના બની હતી. આ પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન કરી 9 કલાકની જહેમત બાદ બાળકીને બોરવેલમાંથી બહાર કાઢી લેવાઈ હતી અને ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું હતું.


