- ભારતના ઘણા ભાગોમાંથી વસંત ઋતુ ગાયબ થઇ રહી હોવાની માન્યતાને ટેકો આપતું વિશ્લેષણ
- હિમાલયના કારણે ઊત્તર ભારતમાં શિયાળામા કડકડતી ઠંડી પડે તે સામાન્ય બાબત છે
- ઊત્તર ભારતમાં શિયાળો ઝડપથી ઉનાળા જેવી સ્થિતિમાં તબદીલ થઇ રહ્યો
હિમાલયના કારણે ઊત્તર ભારતમાં શિયાળામા કડકડતી ઠંડી પડે તે સામાન્ય બાબત છે પણ તાજેતરનો એક રિપોર્ટ ચોંકાવનારો છે કે જે કહે છે કે 1970થી અત્યાર સુધીના ટેમ્પરેટરના ડેટાનં વિશ્લેષણ કરીએ તો તે દર્શાવે છે કે ઊત્તર ભારતમાં શિયાળો ઝડપથી ઉનાળા જેવી સ્થિતિમાં તબદીલ થઇ રહ્યો છે અને વસંત ઋતુનો ગાળો ટૂંકો થઇ રહ્યો છે. અમેરિકા સ્થિત ક્લાઇમેટ સેન્ટરના સંસોધનકારોએ ગ્લોબલ વોર્મિંગ ટ્રેન્ડના સંદર્ભમાં ભારતને મુકતા અને શિયાળાના મહિનાઓ (ડિસેમ્બરથી ફેબ્રુઆરી) પર ફોકસ કરતાં આ વિશ્લેષણ હાથ ધર્યું હતું. વિશ્લેષણમાં જાણવા મળ્યું કે ઉત્તર ભારતમાં શિયાળાના અંતિમ તબક્કામાં ટેમ્પરેચરમાં અસામાન્ય પરિવર્તન આવી રહ્યા છે. ઊત્તર ભારતના રાજ્યોમાં જાન્યુઆરીમાં સરેરાશ તાપમાન કૂલિંગ ટ્રેન્ડ દર્શાવે છે અથવા તો સહેજ વોર્મિંગ ટ્રેન્ડ દર્શાવે છે અને ફેબ્રુઆરીમાં સ્ટ્રોંગ વોર્મિંગ ટ્રેન્ડ દર્શાવે છે. આ બાબત દર્શાવે છે કે આ પ્રદેશો ઠંડાગાર શિયાળાના તાપમાનમાંથી વધુ વાર્મર કન્ડિશનમાં ટ્રાન્ઝિશનનો અનુભવ કરી રહ્યા છે, કે જે કન્ડિશન પરંપરાગત રીતે માર્ચમાં અનુભવાતી હોય છે. ભારતના ઘણા ભાગોમાંથી વસંત ઋતુ ગાયબ થઇ રહી છે. આ પરિવર્તન દર્શાવવા સંશોધનકારોએ 1970થી અત્યાર સુધીમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં વોર્મિંગ રેટ્સ વચ્ચેના તફાવતની ગણતરી કરી હતી. સૌથી નોંધપાત્ર ઉછાળો રાજસ્થાનમાં જોવા મળ્યો કે જ્યાં જાન્યુઆરીની સરખામણીએ ફેબ્રુઆરીમાં સરેરાશ તાપમાનમાં 2.6 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો હતો. જ્યારે કુલ નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી વચ્ચે બે ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે ઊંચો તફાવત હતો.


